નવી દિલ્લીઃ શું તમે ઘર બનાવવાનું વિચારી રહ્યા છો?  તો તમારા પણ ખિસ્સા પર ભાર પડશે...સ્ટીલ બાદ હવે સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલી 25 થી 50 રૂપિયાનો વધારો થઈ શકે છે. રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે કંપનીઓ ગ્રાહકો પર વધતા ખર્ચનો બોજ નાખવાની તૈયારી કરી રહી છે. સિમેન્ટના ભાવ વધવાથી ઘર બનાવવાનો ખર્ચ વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

435 રૂપિયા પ્રતિ બેગની કિંમત-
રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં સિમેન્ટની કિંમત વધીને 390 રૂપિયા પ્રતિ બેગ થઈ ગઈ છે. હવે તેની કિંમતમાં 25 થી 50 રૂપિયાનો વધારો થઈ શકે છે અને ભાવ 435 રૂપિયા સુધી પહોંચી શકે છે.


ખર્ચમાં વધારો-
માર્ચમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 115 ડોલરને પાર કરી ગયું હતું. બીજી તરફ કોલસાના દરમાં પણ વધારો થયો છે. ઈન્ડોનેશિયામાંથી કોલસાની નિકાસ પર પ્રતિબંધથી સિમેન્ટની માંગ વધી છે. વીજળી અને ઈંધણની કિંમતમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટ ચાર્જમાં પણ વધારો થયો છે. 


ભાવ વધવાથી માંગ ઘટશે-
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ છ મહિનામાં સિમેન્ટની માંગ વાર્ષિક ધોરણે 20 ટકા વધી છે. પરંતુ કમોસમી વરસાદ અને મજૂરો ન મળવાને કારણે માંગ ઘટી હતી. આગામી સમયમાં સિમેન્ટના ભાવમાં વધારાને કારણે માંગ ઘટશે.