Gold Price Today 22 June 2022: આજે સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
બુધવારે કારોબારમાં MCX પર ઓગસ્ટ વાયદા મુજબ સોનાનો ભાવ 222 રૂપિયા એટલે કે, 0.44 તૂટીને 50,538 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે જુલાઈ વાયદાનો ચાંદનો ભાવ 900 રૂપિયા અથવા 1.47 ટકા ઘટીને 60,371 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો.
નવી દિલ્લીઃ ભારતીય બજારમાં સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. બુધવાર, 22 જૂન 2022એ મલ્ટી કમોડિટી એક્સચેંજ પર ઓગસ્ટ સોનના વાયદા 24 કેરેટ સોનાનો ભાવ 0.44 ટકા પ્રતિગ્રામ તૂટ્યો છે. જ્યારે જુલાઈના વાયદાનો ચાંદીનો ભાવ 1.47 ટકા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. ચાર દિવસમાં સોનું 500 રૂપિયા ઘટી ગયું છે. ગ્લોબલ માર્કેટમાં સોનું 0.3 ટકા ઘટીને 1,827.03 ડોલર થઈ ગયું છે. અન્ય કિંમતી ધાતુઓમાં સ્પોટ સિલ્વર 1 ટકા ઘટીને 21.45 ડોલર, પ્લેટિનમ 0.7 ટકા તૂટીને 930.71 ડોલર અને પ્લેડિનમ 0.8 ટકા તૂટીને 1,862.40 ડોલર થઈ ગયું. બુધવારે કારોબારમાં MCX પર ઓગસ્ટ વાયદા મુજબ સોનાનો ભાવ 222 રૂપિયા એટલે કે, 0.44 તૂટીને 50,538 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે જુલાઈ વાયદાનો ચાંદનો ભાવ 900 રૂપિયા અથવા 1.47 ટકા ઘટીને 60,371 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો.
આજે દિલ્લીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,450 અને 24 કેરેટ સોનાનો ભાવ 51,760 રૂપિયા થયો. કોલકત્તામાં 22 કેરેટ સોનાનો ભાવ 47,450 અને 24 કેરેટ સોનાનો ભાવ 51,760 રૂપિયા થયો. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,450 અને 24 કેરેટ સોનાનો ભાવ 51,760 રૂપિયા થયો.ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,550 અને 24 કેરેટ સોનાનો ભાવ 51,860 રૂપિયા થયો. બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,550 અને 24 કેરેટ સોનાનો ભાવ 51,860 રૂપિયા થયો. હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,550 અને 24 કેરેટ સોનાનો ભાવ 51,860 રૂપિયા થયો.
કેરળમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,550 અને 24 કેરેટ સોનાનો ભાવ 51,860 રૂપિયા થયો. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,500 અને 24 કેરેટ સોનાનો ભાવ 51,800 રૂપિયા થયો. એક્સપર્ટ મુજબ, છેલ્લા થોડા દિવસમાં સોનામાં દિશાહીન વેપાર થઈ રહ્યો છે અને આવી જ સ્થિતિ આગળ રહી શકે છે. ગ્લોબલ ગ્રોથ અને મોંઘવારીની ચિંતાથી સોનામાં ઘટાડો આવ્યો છે. પરંતુ અમેરિકી ડોલરને સપોર્ટ મળે તો કિંમતો પર અસર થઈ શકે છે.