નવી દિલ્લીઃ જો તમામ કલેક્શન બોક્સ અથવા પાકિટમાં બેકાર પડી રહેલી જૂની બે રૂપિયાની નોટ હોય તો આ નોટ તમને લખપતિ બનાવી શકે છે. જૂની નોટને વેચવા માટે તમને નક્કી કરાયેલા માપદંડની ખાતરી કરવાની રહેશે.  એક રિપોર્ટ મુજબ  આ પ્રકારની નોટની 5 લાખ રૂપિયા સુધીમાં હરાજી કરવામાં આવી છે. નોટને વેચવા અથવા કલેક્શન માટે વેબસાઈટ પર જઈ શકાય છે, જે પ્રિમિયમની સાથે નોટનું વેચાણ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 રૂપિયાની ખાસ નોટી પર 786 લખેલુ હોવુ જોઈએ. સાથે જ આ નોટનો કલર ગુલાબી પણ હોવો જોઈએ. અને નોટ પર RBIના પૂર્વ ગવર્નર મનમોહનસિંહના હસ્તાક્ષર હોવા જોઈએ. જો તમારી પાસે આ નોટ હોય તો તમે પણ પોતાની જૂની નોટને વેચી શકો છો. Quickr, Olx અને eBay સહિતની વેબસાઈટ પર જૂની નોટ વેચી શકાય છે. 


જૂની નોટ વેચવા અથવા ખરીદવાની પ્રક્રિયા શું છે?


  • જે નોટ તમને વેચવાની છે તેની સ્પષ્ટ તસ્વીર ક્લિક કરો

  • Quickr, Olx અને eBay પર આ તસ્વીર અપલોડ કરો

  • કંપની તમારી એડવર્ટાઈઝમેન્ટને રજૂ કરશે

  • ઘણા લોકો જૂની નોટ અને સિક્કા ખરીદતા હોય છે

  • એડવર્ટાઈઝમેન્ટ જાહેર થતા ઈચ્છુક લોકો તમારો સંપર્ક કરશે

  • વાતચીત કરીને જૂની નોટને વેચી શકાય છે


 ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારતીય રિઝર્વ બેંકે જૂની નોટ અને સિક્કોના ઓનલાઈન વેચાણ અને ખરીદી મામલે ચેતવણી જાહેર કરી હતી. RBIએ પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે, ભારતીય રિઝર્વ બેંકના ધ્યાને આવ્યું છે કે, કેટલાક લોકો છેતરપિંડી કરીને RBIના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. વિવિધ ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મના માધ્યમથી જૂની નોટ અને સિક્કોના ખરીદ અને વેચાણ મામલે લોકો પાસેથી કમિશન વસૂલવામાં આવે છે. 


ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું કે, RBIની આ પ્રકારના કોઈ પણ મામલામાં સંડોવણી નથી. અને RBI કોઈ પણ પ્રકારના કમિશનની માગ કરી નથી. સેન્ટ્રલ બેંકે કહ્યું કે, RBIએ આ પ્રકારની લેવડ-દેવડ માટે કમિશન વસૂલવા માટે કોઈ પણ સંસ્થા, વ્યક્તિ અથવા ફર્મને લાઈસન્સ આપ્યુ નથી.