SBIના ખાતા ધારકો સાવધાન! આ 2 નંબરથી આવતા ફોનને ન કરતા રિસિવ, થઈ શકે છે મોટું નુકસાન
SBI બેંકે પોતાના ગ્રાહકોને છેતરપિંડી થઈ બચાવવા માટે 2 નંબર જાહેર કર્યા છે. બેંકે કહ્યું કે, આ બે નંબરથી આવતા ફોનને ક્યારેય પણ રિસીવ ન કરતા. દેશમાં વધી રહેલી સાયબર ક્રાઈમની ઘટનાઓને ધ્યાને રાખી હવે સૌથી મોટી સરકારી બેંક SBIએ પોતાના ગ્રાહતો માટે ચેતવણી જાહેર કરી છે.
નવી દિલ્લીઃ SBI બેંકે પોતાના ગ્રાહકોને છેતરપિંડી થઈ બચાવવા માટે 2 નંબર જાહેર કર્યા છે. બેંકે કહ્યું કે, આ બે નંબરથી આવતા ફોનને ક્યારેય પણ રિસીવ ન કરતા. દેશમાં વધી રહેલી સાયબર ક્રાઈમની ઘટનાઓને ધ્યાને રાખી હવે સૌથી મોટી સરકારી બેંક SBIએ પોતાના ગ્રાહતો માટે ચેતવણી જાહેર કરી છે. બેંક પોતાના કરોડો ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે નંબર જાહેર કર્યા. આ મામલે બેંકે પોતાના ગ્રાહકોને જાગરૂક પણ કર્યા છે.
બેંકકર્મી જણાવીને કરે છે છેતરપિંડી-
SBIએ બે નંબર જાહેર કરીને છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી છે, જેથી ગ્રાહકોને નુકસાન થઈ શકે છે. પોતાના ગ્રાહકોને ફિશિંગ સ્કેમથી બચાવવા માટે બેંકે ચેતવણી જાહેર કરી છે. બેંક તરફથી કહેવામાં આવ્યું કે, ટ્વીટ, SMS, અને ઈમેલમાં ફિશિંગ છેતરપિંડીની ઘટનાઓ સામે આવી છે. ફોન પર કેટલાક લોકો પોતાને SBIના કર્મચારી જણાવીને છેતરપિંડી કરી રહ્યા છે.
આ નંબરથી ફોન આવે તો સાવધાન-
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરતા બે નંબર પરથી ફોન આવે તો રિસીવ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં આ 8294710946 અને 7362951973 નંબરોનો સમાવેશ થાય છે.. બેંકે કહ્યું કે, જો તમને આ નંબરોથી ફોન આવે તો સાવધાન રહેવાની જરૂર છે.
CID આસામે ઉઠાવ્યો વાંધો-
SBIએ જાહેર કરેલા બે નંબરનો CID આસામે વાંધો ઉઠાવ્યો હતો. CID આસામે ટ્વીટ કરીને કહ્યું હતુ, સ્ટેટ બેંકના ગ્રાહકોને બે નંબર પરથી ફોન આવી રહ્યા છે. આ નંબરથી ફોન આવતા ગ્રાહકોને KYC માટે કહેવામાં આવે છે. અને મોબાઈલ પર લિંક મોકલવામાં આવે છે.
બેંકના નથી આ નંબર-
SBIએ વધુમાં કહ્યું છે કે, આ બન્ને નંબર SBI બેંક સાથે કઈ પણ રીતે જોડાયેલા નથી. આસામ CIDના ટ્વીટ પર SBIએ જવાબ આપતા કહ્યું કે, આ બન્ને નંબર વિરૂદ્ધ IT સિક્યોરિટી કાર્યવાહી કરશે.