જો તમે બિઝનેસ કરવાનું નક્કી કરી લીધુ છે. અને ઓછું રોકાણ કરીને મહિને વધુ કમાણી કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તો તમારા માટે ખુશીના સમાચાર છે. તો એક શાનદાર બિઝનેસ તમારા માટે છે. દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી લિમિટેડ સાથે આ વર્ષે તમારી સાથે બિઝનેસ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. કંપનીએ આ ચાલુ વર્ષે તેના વેચાણના નેટવર્કમાં વધારો કરવાની યોજના બનાવી છે. જેમાં ડિવરશીપનો પણ સમાવેશ થાય છે. કંપની આખા દેશમાં તેના નવા ડિલરો બનાવાની તૈયારી કરી રહી છે. ભારતમાં મારૂતિ પાસે 2625 જેટલા ડિલર્સ છે, કંપની 250થી વધારે નવા ડિલર બનાવશે. હવે મારૂતીનું ડિલરશીપ કેવી રીતે લેવી અને તેનું ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેની જાણકારી મેળવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે ભરવું ડીલરશીપ માટેનું આવેદન 
જો તમે મારૂતિ કાર કંપનીના ડિલર બનવાની ઇચ્છા ધરાવો છો. તો કંપની સાથે સીધો સંપર્ક કરવો પડશે. આ માટે તમારી સૌથી પહેલા મારૂતી સુઝુકીની વેબસાઇટ www.marutisuzuki.com પર  જવું પડશે. અને આ પેજ પર એક કોલમ કોર્પોરેટનું આપવામાં આવ્યું છે. જેના પર ક્લિક કર કર્યાબાદ તમને એક બિઝનેસ ઓર્પોર્ચ્યુનિટી અંગેની કોલમ દેખાશે. પેજ ખોલવા માટે આ લિંક પર ક્લિક કરો goo.gl/TuRP3J
  
લિંક પર ક્લિક કર્યા બાદ તમને અમુક પ્રકારના વિકલ્પો જોવા મળશે. આ વિકલ્પોમાં ડિલરની રિક્વાયરમેન્ટનો એક વિકલ્પ જોવા મળશે. ડીલરશીપ રિક્લાયરમેન્ટ પર ક્લિક કરવાથી તમારી સામે એક ફોર્મ ખુલી જશે. જેનું સંપૂર્ણ રીતે ભરીને સબમીટ કરવાનું રહેશે. આહિં આપવામાં આવેલી goo.gl/TuRP3J લીંકના મારફતે તમે સીધા જ ડિલર રીક્વાયરમેન્ટ સુધી પહોચી જશો.



આ પ્રકારની જાણકારી આપવી જરૂરી 
-પર્સનલ ડિટેલ(નામ,જન્મ તારીખ,નોકરી)
-મોબાઇલ નંબર 
-એડ્રેસ 
-ઇમેલ
-કયા શહેરમાં ડિલરશીપ લેવી છે તેનું નામ 
-જ્યાં શો રૂમ ખોલવો છે તેનો ફોટો 
-છેલ્લા ત્રણ વર્ષનું બેંક સ્ટેટમેન્ટ 
-ઇન્કમ ટેક્સ રીટર્નની કોપી 
-કંપનીના નામે એક ડિમાંજ ડ્રાફ્ટ(વેબસાઇટ પર આપેલી જાણકારી મુજબ 1 લાખ રૂપિયા)



જો તમારૂ નામ સિલેક્ટ નથી થતુ તો તમારા દ્વારા મોકવામાં આવેલો ડીડી તમને પાછો મળી જશે. અને જો તમારૂનામ સિલેક્ટ થશે તો કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી એક ફિક્સ રકમ કંપની પાસે ડીડી મારફતે જમા કરવાની રહેશે.


તમને ડિલરશીપ મળશે કે નહિ, આ મારૂતીનું મેનેજમેન્ટ નક્કી કરશે. તેની પાછળ તમે જે સ્થળ નક્કી કર્યું છે તે સ્થળ પર વેચાણની કેટલી સંભાવનાઓ છે. કેટલો ફાયદો થશે તે તમામ જાણકારી મેળવ્યા બાદ જ તમને ડીલરશીપ મળશે