Petrol-Diesel Price Hike: વધતી જતી મોંઘવારીમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મારી નાંખે છે. કારણકે, જેવા પેટ્રોલ-ડીઝલના ભાવ વધે છે દરેક વસ્તુઓના ભાવ પર તેની અસર પડે છે. કારણકે, ટ્રાન્સપોટેશનનો ખર્ચ વધતા વેપારીઓ પણ વસ્તુઓના ભાવમાં વધારે કરે છે. ત્યારે બજેટ પહેલાં આજે ફરી એકવાર તેલ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે તેલના ભાવમાં બદલાવ. ઓઈલ સેક્ટરમાં આવ્યા છે મોટા અપડેટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓઈલ કંપનીઓએ 16 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. 16મી જુલાઈના રોજ સવારે 6.30 વાગ્યે વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવ્યા છે. 16 જુલાઈએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 16 જુલાઇના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસરખા છે અને અહીં કોઇ ફેરફાર થયો નથી. જો કે, અગાઉ માર્ચમાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કર્યો હતો અને તેલની કિંમત પ્રતિ લિટર 2 રૂપિયા સસ્તી કરી હતી.


છેલ્લે માર્ચમાં સુધારો કરવામાં આવ્યો હતો-
માર્ચમાં કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્યારથી લોકોને કોઈ ડિસ્કાઉન્ટ મળ્યું નથી.


તમારા શહેરમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
શહેર        પેટ્રોલ         ડીઝલ
દિલ્હી         94.72         87.62
મુંબઈ         103.94         89.97
કોલકાતા         103.94         90.76
ચેન્નાઈ         100.85         92.44
બેંગલુરુ         102.86         88.94
લખનૌ         94.65         87.76
નોઇડા         94.66         87.76
ગુરુગ્રામ         94.98         87.85
ચંદીગઢ         94.24         82.40
પટના         105.42         92.27


કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.


તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.


આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.


OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.