ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં હવે શ્રાવણ મહિનાથી તહેવારો (festival) ની સીઝન શરૂ થતી હોય છે. તે છેક દિવાળી સુધી ચાલતી હોય છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ તહેવારો. આવામાં વચ્ચે ભીંસાતા નાગરિકો. તેમાં પણ મોંઘવારીએ નાગરિકોના નાકમાં દમ કરી દીધો છે. આવામાં તહેવારો પર જ સિંગતેલ (sing tel) ના ભાવ સળગ્યા છે. સિંગતેલ (ground nut oil) માં વધુ 20 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આમ, ત્રણ દિવસમાં જ સિંગતેલ (food oil) ના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. ત્રણ દિવસમાં સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલ (ground nut oil) માં ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો છે. તો પામોલીન તેલમાં બે દિવસમાં રૂપિયા 15 નો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2365 થી 2415ના ભાવે વેચાતો હતો, જે ભાવ વધી 2405 થી 2455 રૂપિયા થયો છે. તો સિંગતેલના ડબ્બામાં રૂપિયા 20 વધતા 2535 થી લઈ 2585 રૂપિયા સુધીના સોદા થયા છે. માર્કેટ યાર્ડમાં મગફળીનો મણનો ભાવ 1150 થી 1400 રૂપિયા જ્યારે કપાસનો મણનો ભાવ 1000 થી 1300 રૂપિયામાં સોદા થયા છે. 


આ પણ વાંચો : કોરોના શરીરને કેવું પથ્થર જેવુ બનાવે છે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો પુરાવો મળ્યો 


ઉલ્લેખનીય છે કે, રાજકોટ (Rajkot) માં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કપાસિયા તેલ (kapasiya oil) પણ સિંગતેલની લગોલગ આવી ગયું છે. આ કારણે લોકોના ખિસ્સા પર તેની ભારે અસર આવી રહી છે. આમ છતાં આ ભાવને કાબૂમાં કરવા માટે પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું ગાણુ અધિકારીઓ ગાઈ રહ્યા છે. આ પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમમાં પુરવઠા તંત્ર રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાંથી દરરોજ 32 વસ્તુઓ કે જેને આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં મુકી છે તેના છૂટક અને હોલસેલ ભાવ નોંધાય છે.


રાજ્યના પુરવઠા વિભાગે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરી છે જેના ગોડાઉન ભર્યા છે. આ માલ પર અલગ અલગ ખર્ચ સહિત નાફેડ વેચવા સમયાંતરે પ્રયત્ન કરે છે. જો કે આ ભાવ ઊંચા પડે છે તેમ કહીને ખરીદી કરાતી નથી અને તેલના ભાવ વધી રહ્યા છે. આ રીતે ભાવ વધારો કરીને નાફેડના ગોડાઉનની મગફળી પણ સસ્તાભાવે લેવાનો પ્રયાસ કરવા ઘણા તત્વોએ પ્રયત્નો શરૂ કરી દીધા છે.