તહેવારો ટાંણે સિંગતેલના ભાવ સળગ્યા, વધારા બાદ આ છે લેટેસ્ટ પ્રાઈઝ
ગુજરાતમાં હવે શ્રાવણ મહિનાથી તહેવારો (festival) ની સીઝન શરૂ થતી હોય છે. તે છેક દિવાળી સુધી ચાલતી હોય છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ તહેવારો. આવામાં વચ્ચે ભીંસાતા નાગરિકો. તેમાં પણ મોંઘવારીએ નાગરિકોના નાકમાં દમ કરી દીધો છે. આવામાં તહેવારો પર જ સિંગતેલના ભાવ સળગ્યા છે. સિંગતેલ (ground nut oil) માં વધુ 10 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આમ, બે દિવસમાં જ સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે.
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં હવે શ્રાવણ મહિનાથી તહેવારો (festival) ની સીઝન શરૂ થતી હોય છે. તે છેક દિવાળી સુધી ચાલતી હોય છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ તહેવારો. આવામાં વચ્ચે ભીંસાતા નાગરિકો. તેમાં પણ મોંઘવારીએ નાગરિકોના નાકમાં દમ કરી દીધો છે. આવામાં તહેવારો પર જ સિંગતેલના ભાવ સળગ્યા છે. સિંગતેલ (ground nut oil) માં વધુ 10 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આમ, બે દિવસમાં જ સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે.
સિંગતેલ લૂઝ 10 કિલોના રૂ.1540 થી વધી રૂપિયા 1550 થયા છે. સિંગતેલ નવા ટીન 15 કિલોના રૂ.2490 થી 2530 હતા, જે વધીને રૂપિયા 2500 થી 2540 થયા છે. સ્થાનિક બજારમાં કાચા માલની અછત સર્જાતા ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો : ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાની રેસમાં નવુ નામ આવ્યું, ભાજપના એક કાર્યક્રમમાં દિગ્ગજ નેતાનું નામ લેવાયું
ઉલ્લેખનીય છે કે, રાજકોટ (Rajkot) માં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કપાસિયા તેલ (kapasiya oil) પણ સિંગતેલની લગોલગ આવી ગયું છે. આ કારણે લોકોના ખિસ્સા પર તેની ભારે અસર આવી રહી છે. આમ છતાં આ ભાવને કાબૂમાં કરવા માટે પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું ગાણુ અધિકારીઓ ગાઈ રહ્યા છે. આ પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમમાં પુરવઠા તંત્ર રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાંથી દરરોજ 32 વસ્તુઓ કે જેને આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં મુકી છે તેના છૂટક અને હોલસેલ ભાવ નોંધાય છે.
રાજ્યના પુરવઠા વિભાગે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરી છે જેના ગોડાઉન ભર્યા છે. આ માલ પર અલગ અલગ ખર્ચ સહિત નાફેડ વેચવા સમયાંતરે પ્રયત્ન કરે છે. જો કે આ ભાવ ઊંચા પડે છે તેમ કહીને ખરીદી કરાતી નથી અને તેલના ભાવ વધી રહ્યા છે. આ રીતે ભાવ વધારો કરીને નાફેડના ગોડાઉનની મગફળી પણ સસ્તાભાવે લેવાનો પ્રયાસ કરવા ઘણા તત્વોએ પ્રયત્નો શરૂ કરી દીધા છે.