નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દેશની સૌથી ધનવાન વ્યક્તિ બની ગઈ છે. તેમની કંપની પણ સતત સારો દેખાવ કરી રહી છે. જિયાના દમ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 7 લાખ કરોડની માર્કેટ કેપને પાર કરી લીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ મુકેસ અંબાણીની વરણી આગામી ચાર વર્ષ માટે ચેરમેન તરીકે કરી છે અને નવો પડકાર આપ્યો છે નંબર વન બનવાનો. આ પડકારમાંથી પાર ઉતરવા સામનો કરવો પડશે તાતાનો. તેમની વચ્ચે પાંચ વર્ષથી અનોખી જંગ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરબજારમાં મુકેશ અંબાણી અને રતન તાતા વચ્ચે અનોખી લડાઈ ચાલી રહી છે. આ જંગ છે માર્કેટના બાદશાહ બનવાની. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ વચ્ચે નંબર વન બનવા માટે લડાઈ ચાલી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં બે વાર આ કંપનીઓ એકબીજાની આગળપાછળ આવી ગઈ છે. હાલમાં તાતાની ટીસીએસ એક નંબર પર છે અને મુકેશ અંબાણીની આરઆઇએલ બીજા નંબર પર છે. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ રેસમાં ઝપાટાભેર આગળ વધી રહી છે. 


બાદશાહ બનવાની આ જંગમાં મુકેશ અંબાણી અને રતન તાતા જેવા બે દિગ્ગજ શામેલ છે.  હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝની માર્કેટ કેપ 7 લાખ કરોડને પાર પહોંચી ગઈ છે. આ બંને કંપનીઓ વચ્ચે માત્ર 60 હજાર કરોડ રૂ.નું અંતર છે. આ સંજોગોમાં શેરબજારનો બાદશાહ કોણ છે એ નજીકના ભવિષ્યમાં ખબર પડી જશે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...