સફળતાની વાત કરીએ તો આ આદિવાસી મહિલાની તોલે કોઈ ન આવે, ખાતર બનાવીને કરી છે લાખોની કમાણી
‘નારી તું ન હારી...’ મહિલા આજના આધુનિક જમાનામાં ધારે તો શું ન કરી શકે. સફળતામાં હવે મહિલાઓ પુરુષોને પણ હંફાવી રહી છે. તેવી જ રીતે કંઈક કરી બતાવવાની નેમ સાથે તાપી જિલ્લાના એક આદિવાસી મહિલાએ જે કર્યું, તે અદભૂત છે. તેમણે પશુપાલનની સાથે વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી પગભર થયા છે. વર્ષે દહાડે સારી એવી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે.
નિલેશ જોશી/વાપી :‘નારી તું ન હારી...’ મહિલા આજના આધુનિક જમાનામાં ધારે તો શું ન કરી શકે. સફળતામાં હવે મહિલાઓ પુરુષોને પણ હંફાવી રહી છે. તેવી જ રીતે કંઈક કરી બતાવવાની નેમ સાથે તાપી જિલ્લાના એક આદિવાસી મહિલાએ જે કર્યું, તે અદભૂત છે. તેમણે પશુપાલનની સાથે વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી પગભર થયા છે. વર્ષે દહાડે સારી એવી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામે રહેતા 50 વર્ષીય જસુબેન ચૌધરીએ માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. જસુબેને શરૂઆતમાં ખેતી સાથે પશુપાલન ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. એ સફળતા બાદ તેમને ખાતર બનાવવામાં રસ જાગ્યો. તેથી તેમણે ખેતીવાડી વિભાગમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવાની એક મહિનાની તાલીમ લીધી. જેના બાદ ખાતર બનાવાનુ ચાલુ કર્યું. આજે જસુબેન દ્વારા બનાવાયેલા ખાતર એટલુ પ્રખ્યાત છે કે, આજુબાજુના વિસ્તારના લોકો જસુબેનનું ખાતર લઈ જાઈ છે. આમ, આજે જસુબેન સારી આવક મેળવી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, ઈજાગ્રસ્ત સિંગરને હોસ્પિટલ લઈ જવાઈ
કેવી રીતે બનાવે છે ખાતર
જસુબેન વેસ્ટ આંબાવાડીનો કુચો અને ગાય ભેંસના મળમૂત્રમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. જેથી તેના બનાવટમાં કોઈ ખર્ચો પણ થતો નથી. જેના થકી તેઓ વર્ષે 5 થી 6 લાખની આવક મેળવી રહ્યાં છે. પોતાનું ઘર ચલાવવા માટે પણ મદદરૂપ બની રહ્યાં છે. આજે તેમનો પરિવાર પણ જસુબેન પર ગર્વ અનુભવી રહ્યા છે.
સરકાર દ્વારા મહિલાઓ પગભર બને તે માટે વિવિધ તાલીમો આપી મહિલાઓને પગભર કરવામાં આવે છે. આ રીતે અન્ય મહિલાઓ પણ આ રીતે પગભર થઈ શકે છે. આ બિઝનેસ માટે કોઈ વધુ રૂપિયાની જરૂર નથી. ઓછા રૂપિયામાં પણ મહિલાઓ ઘરે રહીને આ વ્યવસાય કરી શકે છે.
આ પણ વાંચો :
વસ્તી વધારવા જૈન સમાજનું નોખુ અભિયાન, બીજા-ત્રીજા સંતાનના જન્મ બાદ સમાજ 18 વર્ષ સુધી આપશે રૂપિયા
ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ, કલોલમાં મસ્જિદ પાસે વરઘોડા પર પથ્થરમારો કરાયો