નવી દિલ્લીઃ વૈશ્વિક બજારના નબળા સંકેતોની અસર બુધવારે સ્થાનિક શેરબજારમાં પણ જોવા મળી. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 30 પોઈન્ટના સેન્સેક્સમાં 554પોઈન્ટનો થયો ઘટાડો,,, 52,623 પોઈન્ટ સાથે કારોબારની શરૂઆત થઈ. 50 પોઈન્ટનો નિફ્ટી 15,701.70 પોઈન્ટ પર ખુલ્યો. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 28 શેરો લાલ નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુએસ માર્કેટમાં ઘટાડોઃ
યુએસ માર્કેટમાં સારી શરૂઆત બાદ ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ દિવસના ઉચ્ચ સ્તરથી નીચા સ્તરે આવી ગયો હતો અને 950 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. નાસ્ડેકમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. યુરોપિયન માર્કેટમાં 0.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો. જોકે એશિયન માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી.


મંગળવારે શેરબજારની સ્થિતિઃ
મંગળવારે સ્થાનિક શેરબજાર વૈશ્વિક બજારમાં મામૂલી વધારા સાથે બંધ થયું હતું. ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 16.17 પોઈન્ટના વધારાની સાથે 53,177.45 ના સ્તર પર બંધ થયા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18.15 પોઈન્ટ વધીને 15,850.20 પોઈન્ટ પર પહોંચ્યો હતો.