દિવાળીના તહેવારમાં માત્ર એક રૂપિયામાં ખરીદો સોનું, કરવો પડશે આ એપનો ઉપયોગ
ડિઝિટલ ફાઇનેંશિય સર્વિસ પ્લેટફોર્મ મોબિક્વિકે તેની એપ પર ડિઝિટલ ગોલ્ડ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ડિઝિટલ ગોલ્ડની ખરીદી સાથે જ ગ્રાહકોને 24 કેરેટ ગોલ્ડ ખરીદવાનો ચાન્સ મળશે.
નવી દિલ્હી: સોનાની ખરીદીની વાત કરીએ તો મનમાં વિચાર આવે કે તેને ખરીદવા માટે મોટી રકમ ખીસ્સામાં હોવી જરૂરી છે. એટલે જ સોનાને ધનીકો સાથે જોડવામાં આવી રહ્યું છે. પણ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. હવે તમારા બેંક એકાઉન્ટમાં એક રૂપિયો હોય તો પણ તમે સોનાની ખરીદી કરી શકો છો. આ વાત તમને થોડી અટપટી લાગશે. પણ આ વાત 100 ટકા સાચી છે. ખરેખર ડિઝિટલ ફાઇનેંશિયલ સર્વિસ પ્લેટફોર્મ મોબિક્વિકે તેની એપ પર ડિઝિટલ ગોલ્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ડિઝિટલ ગોલ્ડની ખરીદી સાથે જ ગ્રાહકોને 24 કેરેટ ગોલ્ડ ખરીદવાનો ચાન્સ મળશે.
અમારી સહયોગી વેબસાઇટ Zeebiz.com/hindi મુજબ તમારા માટે સોનું ખરીદવા માટે હજારો રૂપિયા હોવા જરૂરી નથી. તમે એક રૂપિયામાં પણ સોનાની ખરીદી કરી શકો છો. કંપની અનુસાર તેઓ દિવાળી બાદ તેમા નવા ફિચર્સ પણ જોડી શકે છેય
આ તહેવારોની સીઝનમાં મોબિક્વિકએ સોનાની ખરીદી માટે સેફ ગોલ્ડ સાથે ગઠબંધન કર્યું છે. ગોલ્ડ માટે મોબિક્વિકએ એક અલગ જ કેટેગરી બનાવી છે. મોબિક્વિક એપનો ઉપયોગ કરનારા લોકો તેમની ઇચ્છા મુજબ ગમે તેટલી રકમના સોનાની ખરીદી કરી શકે છે.
અને ખરીદીના 24 કલાક બાદ તેઓ તેને વેચી પણ શકે છે. ખરીદી કર્યા બાગ ગ્રાહકના‘મોબિક્વિક ગોલ્ડ’ એકાઉન્ટમાં સોનું આવી જશે. ગોલ્ડને વેચવાની બાબતમાં ગ્રાહકોએ એપ સાથે બેંક એકાઉન્ટ લીંક અથવા મોબિક્વિક વોલેટમાં પૈસા પ્રાપ્ત કરવાનો વિકલ્પ મળશે.
વધુ વાંચો...દેશમાં 4 વર્ષમાં કરોડપતિની સંખ્યામાં 60% જેટલો વધારોઃ CBDT રિપોર્ટ
મોબિક્વિકના સહ સંસ્થાપક અને ડાયરેક્ટર ઉપાસના તાકુએ કહ્યુ કે તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. માટે ગોલ્ડની કેટેગરી લોન્ચ કરવાનો આ ઉત્તમ તક ગણી શકાય છે. શરૂઆતની 15 દિવસોમાં જ અમને સારી પ્રતિક્રિયા મળી છે અને અમે 7 કિલો સોનું વેચી દીધું છે.