નવી દિલ્હીઃ Gold Price Today: તહેવારોની સીઝનમાં સોનાની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોનાનો ભાવ આજે ઘટીને 51000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. યુએસ જોબ ડેટાના રિપોર્ટ બાદ મજબૂત અમેરિકી ડોલરે સોના પર દબાવ બનાવ્યો. તો આંતરરાષ્ટ્રીય દરોમાં નબળા વલણને જોતા આજે ભારતીય બજારોમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમસીએક્સ (MCX) પર સોનું 1.3 ટકા કે લગભગ 700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી 51,329 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું, જે લગભગ 3 મહિના બાદ એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. એમસીએક્સ પર ચાંદી 1500 કે 2.5 ટકાના ઘટાડા સાથે 16.82 ડોલર પ્રતિ ઔંસ હતી. ફેડ દ્વારા અમેરિકી ડોલરમાં વધારા બાદ નવો દાંવ લગાવવામાં આવ્યો, જેનાથી ડોલર ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યો. તો હાજર ચાંદી એક સર્તાહમાં નિચલા સ્તર પર પહોંચ્યા બાદ 1.8 ટકા તૂટી 19.74 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ હતી. 


ત્રણ મહિનાનો સૌથી મોટો ઘટાડો
પાછલા શુક્રવારે જાહેર આંકડાથી જાણવા મળે છે કે અમેરિકી નોકરીઓના દરમાં વૃદ્ધિ સપ્ટેમ્બરમાં સામાન્ય જોવા મળી છે, પરંતુ બેરોજગારી દરમાં ઘટાડો થયો છે. વ્યાપારીઓને આગામી મહિને ફેડ બેઠકમાં વ્યાજ દરોમાં 75 પોઈન્ટના વધારાની આશા છે. 


આ પણ વાંચોઃ હવે જો ચેક બાઉન્સ થયો તો આવી બન્યું સમજો! મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ


વેપારીઓ આ સપ્તાહના અંતમાં જાહેર થનારા અમેરિકાના ફુગાવાના આંકડા પર ધ્યાન કેન્દ્રીત કરશે. બુલિયન બજાર નેગેટિવ થઈ ગયું છે, કારણ કે આશાથી વધુ મજબૂત અમેરિકી શ્રમ બજારના આંકડા બાદ સોનાએ 1700 ડોલર પ્રતિ ઔંસનો સપોર્ટ હાસિલ કર્યો છે. યુએસ બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સે શુક્રવારે કહ્યું કે સપ્ટેમ્બરમાં લગભગ 248,000 ની આશા પ્રમાણે  263,000 નોકરીઓ આપવામાં આવી છે. બેરોજગારી દર ઘટીને 3.5 ટકા થઈ ગયો જે ઓગસ્ટમાં 3.7 ટકા હતો. 


સપોર્ટ લેવલ શું છે
સોનાને $1682-1670 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર $1708-1716 પર છે. ચાંદીને $19.65-19.48 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર $20.17-20.35 પર છે. રૂપિયાના સંદર્ભમાં, સોનાને રૂ. 51,620-51,440 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર રૂ. 52,210 થી રૂ. 52,350 પર છે. ચાંદીને 60,050 થી 59,340 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર 61,280-61,610 પર છે. યુએસ મોનેટરી પોલિસીને કડક બનાવ્યા બાદથી આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં $350 થી વધુનો ઘટાડો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube