નવી દિલ્હી: જો તમે પણ રાંધણ ગેસ સિલિન્ડરના સતત વધી રહેલા ભાવથી પરેશાન હોવ તો આ સમાચાર જાણીને ખુશ થઈ જશો. કારણ કે હવે તમને માત્ર 633.50 રૂપિયા આપીને સિલિન્ડર મળી શકશે. તમને આ કદાચ સાચુ ન લાગે પરંતુ આ બિલકુલ સાચુ છે. તમે 633.50  રૂપિયે એલપીજી ગેસ સિલિન્ડર ખરીદી શકો છો. આવો જાણીએ કેવી રીતે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર
અહીં અમે વાત કરી રહ્યા છીએ એવા ગેસ સિલિન્ડરની જેમાં ગેસ દેખાય પણ છે અને 14.2 કિલો ગેસવાળા ભારે ભરખમ સિલિન્ડરથી હળવો પણ છે. આમ તો 14.2 કિલો ગેસવાળું સિલિન્ડર દિલ્હીમાં હાલ 899.50 રૂપિયે મળે છે પરંતુ કમ્પોઝિટ સિલિન્ડર માત્ર (Composite Cylinder) માત્ર 633.50 રૂપિયામાં ભરાવી શકો છો. જ્યારે 5 કિલો ગેસવાળું એલપીજી કમ્પોઝિટ સિલિન્ડર માત્ર 502 રૂપિયામાં રિફિલ થશે. જ્યારે 10 કિલોવાળા એલપીજી કમ્પોઝિટ સિલિન્ડરને ભરવા માટે તમારે માત્ર  633.50 રૂપિયા આપવા પડશે. 


LPG સિલિન્ડરોના નવા ભાવ...


PIB Fact Check: દેશમાં ફરીથી Lockdown લાગશે? દિવાળી સુધી ટ્રેનો બંધ થશે? વિગતવાર વાંચો અહેવાલ 


કમ્પોઝિટ સિલિન્ડરની શું છે ખાસિયત?
કમ્પોઝિટ સિલિન્ડર લોખંડના સિલિન્ડરની સરખામણીએ વજનમાં 7 કિલો હળવું હોય છે. તેમાં થ્રી લેયર હોય છે. હાલ ઉપયોગમાં લેવાતું ખાલી સિલિન્ડર 17 કિલોનું હોય છે અને ગેસ ભરવામાં આવતા તે 31 કિલોથી થોડું વધુ થાય છે. હવે 10 કિલોના કમ્પોઝિટ સિલિન્ડરમાં 10 કિલો જ ગેસ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube