Car Financial values: આજકાલ દરેક ઇચ્છે છે કે તેની પાસે પોતાની કાર હોય. નવી જોબ શરૂ કરતાં જ લોકો નવી કાર ખરીદી લે છે. તેના માટે ઘણા લોકો બેંકમાંથી લોન લે છે. તો બીજી તરફ કેટલાક લોકો શરૂઆતમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું યોગ્ય સમજે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે જો તમારો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો છે, તો તમારે નવી કાર ખરીદવી જોઇએ? અથવા પછી જૂની કાર ખરીદવી યોગ્ય રહેશે. આવો જાણી આ પ્રશ્નના જવાબને સમજવાનો પ્રયત્ન કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે ખરીદવી નવી કાર? 
જો તમે કોઇ મોટા શહેરમાં રહો છો, તો ત્યાં કેબની સુવિધા મળી જાય છે. આજકાલ તો ઘણા નાના શહેરોમાં પણ કેબ પહોંચી ગઇ છે. પરંતુ તેમછતાં પણ તમે પોતાની ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલાં તમારે તમાઅર બજેટ તરફ નજર કરવી પડશે. તેમાં તમારી ઇનકમ, જોબ સિક્યોરિટી, જવાબદારીઓનું ધ્યાન રાખવું પડશે. જો એક્સપર્ટનું માની તો કારની EMI તમારી સેલરીના 7 થી 10 હજાર હોવો જોઇએ. કારણ કે સેલરીનો મોટો ભાગ તમારી રોજિંદા વસ્તુઓ અને સેવિંગ્સમાં જતો રહે છે. એવામાં સેલરીના 10થી વધુ ભાગ EMI માં ખર્ચ ન કરો. 

Kiss કરતી વખતે કેમ આંખો બંધ કરી લે છે છોકરીઓ? તમને પણ જવાબ જાણવામાં પડશે રસ


નવી કાર ક્યારે ખરીદવી? 
જો એક મિડલ ક્લાસ ફેમિલીની વાત કરીએ, તો સામાન્ય રીતે 7 લાખ રૂપિયા સુધીના બજેટની કાર ખરીદવાનો પ્લાન કરો છો. જેમ કે Maruti WagonR, Tata Punch અથવા પછી આ બજેટની કોઇ અન્ય કાર. એવામાં ડાઉન પેમેન્ટ વખતે 1 લાખ રૂપિયાની ચૂકવણી કરો છો. બાકી 6 લાખ રૂપિયા EMI ભરવા માટે તૈયાર થઇ જાવ છો. સામાન્ય રીતે 5 થી 7 વર્ષ માટે કાર લોન લો છો. એમ માની લો કે આપણે 5 વર્ષ માટે કાર લોન લઇએ છીએ. જેના પર 8.5 ટકા વ્યાજ લાગે છે. એવામાં 5 વર્ષની  EMI થઇ 14,362 રૂપિયા. એટલે કે તમને 5 વર્ષમાં કુલ 8,61,694 રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમાં 1,61,694 રૂપિયા વ્યાજ થશે. 


આ રીતે સમજો ગણિત
નવી કારની કિંમત- 7 લાખ રૂપિયા
ડાઉન પેમેન્ટ- 1 લાખ રૂપિયા
લોન એમાઉન્ટ- 6 લાખ રૂપિયા
લોનની અવધિ- 5 વર્ષ 
વ્યાજ દર- 8.5% વાર્ષિક 
EMI- 14,362 રૂપિયા દર મહિને
કુલ પેમેન્ટ- (ડાઉન પેમેન્ટ+EMI)= (1,00,000+8,61,694= 9,61,694 રૂપિયા) 


જૂની કાર છે સારો વિકલ્પ
જો તમારી સેલરી 1 લાખ રૂપિયાથી ઓછી છે, અથવા કારની EMI ભરવામાં સેલરીના 20 ટકા ભાગ જતો રહે, તો એવામાં નવી કાર ખરીદવાનું ટાળવું જોઇએ. એવામાં જૂની કાર ખરીદવાનો નિર્ણય યોગ્ય રહેશે. જો તમે નવી કાર 7 લાખ રૂપિયા સુધીની ખરીદશો તો બીજી તરફ 2-3  વર્ષ જૂની કાર તમને 3 લાખ રૂપિયા સુધી મળી જશે. આવો તેના ગણિતને સમજીએ. 

ફક્ત 75 રૂપિયામાં જુઓ રણબીર-આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર, આ રીતે કરો ટિકીટ બુક


જૂની કારનું ગણિત
જૂની કારની કિંમત- 3 લાખ રૂપિયા
ડાઉન પેમેન્ટ- 1 લાખર
લોન એમાઉન્ટ- 2 લાખ રૂપિયા
લોનની અવધિ- 5 વર્ષ
વ્યાજ દર- 9 ટકા વાર્ષિક
કુલ પેમેન્ટ- ડાઉન પેમેન્ટ+EMI)= (1,00,000+2,49,100= 3,49,100 રૂપિયા) 


શું છે ફાયદાનો સોદો
એટલે જે જૂની કાર ખરીદવા પર કુલ 6,12,594 રૂપિયાની બચત થવાની છે. આ ઉપરાંત 5 વર્ષ બાદ તમારી નવી કારની કિંમત ઘટીને 3-4 લાખ રૂપિયા થઇ જશે. તો બીજી તરફ જૂની કારની વેલ્યૂ 1-2 લાખ રહેશે. એટલું જ નહી 10 વર્ષ બાદ બંને કારની વેલ્યૂ લગભગ બરાબર થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube