Readymade કપડાં-જૂતા ખરીદવા બનશે મોંઘા, GST દર 5 થી વધીને 12 ટકા થશે
વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને ફરી એકવાર આંચકો લાગી શકે છે. પેટ્રોલ-ડીઝલ અને રાશન બાદ, હવે રેડિમેડ કપડાં, ટેક્સટાઇલ અને ફૂટવેર પણ મોંઘા થશે. નવા દર જાન્યુઆરી 2022 થી લાગૂ થશે.
નવી દિલ્હી: વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને ફરી એકવાર આંચકો લાગી શકે છે. પેટ્રોલ-ડીઝલ અને રાશન બાદ, હવે રેડિમેડ કપડાં, ટેક્સટાઇલ અને ફૂટવેર પણ મોંઘા થશે. નવા દર જાન્યુઆરી 2022 થી લાગૂ થશે. જોકે સરકારે રેડિમેડ કપડાં, ટેક્સટાઇલ અને ફૂટવેર જેવા ફિનિસ્ડ પ્રોડક્ટર પર 5 ટકાથી વધારીને જીએસટી દર 12 ટકા કરી દીધો છે જોકે જાન્યુઆરી 2022 થી લાગૂ થશે. સેટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ તેની જાણકારી આપી છે.
CBIC એ એક નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું કે ફેબ્રિક્સ પર જાન્યુઆરી 2022 થી જીએસટી દર 5 ટકા થી 12 ટકા થઇ જશે. આ સાથે જ કોઇપણ કિંમતના બનેલા કપડાં પર જીએસટીના દર પણ 12 ટકા થઇ જશે. આ પહેલાં 1000 રૂપિયાથી વધુના મૂલ્યના કપડા6 પર 5 ટકા જીએસટી લગાવવામાં આવતો હતો.
પ્લાસ્ટિકના કચરામાં જૂતા બનાવે છે 23 વર્ષનો આ છોકરો, આનંદ મહિંદ્રાએ કરી કરોડોની ઓફર
કયા કપડાં પર કેટલો જીએસટી?
બીજા ટેક્સટાઇલ (વણાટવાળા કપડાં, સેન્થેટિક યાર્ન, પાઇલ ફેબ્રિક્સ, બ્લેંકેટ્સ, ટેંટ, ટેબલ ક્લોથ, જેવા બીજા ટેક્સટાઇલ) પર પણ જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ કોઇપણ મૂલ્યના ફૂટવેર પર લાગૂ જીએસટી દર પણ 12 ટકા કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1000 રૂપિયાથી મૂલ્યના ફૂટવેર પર 5 ટકાના દરથી જીએસટી લાગે છે.
સીએમએઆઇએ વ્યક્ત કરી નારાજગી
ક્લોથિંગ મેન્યૂફેક્ચરિંગ એઓસિએશન ઓફ ઇન્ડીયા એટલે સીમએઆઇ (CMAI) એ સરકારના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે અપેરલ્સ પર જીએસટી દર વધારવાનો નિર્ણય નિરાશાજનક છે. સીએમએઆઇના પ્રેસિડેન્ટ રાજેશ મસંદે કહ્યું 'CMAI અને બીજા એસોશિએશન તથા કારોબારી સંગઠન ગર્વમેંટ અને જીએસટી કાઉન્સિલથી વાતની અપીલ કરીએ છીએ કે જીએસટીમાં આ ફેરફારને લાગૂ ન કરવામાં આવે. આ ટેક્સટાઇલ અને અપેરલ કારોબાર માટે ખૂબ નિરાશાજનક છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube