નવી દિલ્હી: Cabinet Decision: કેબિનેટે ટેક્સટાઈલ સેક્ટર માટે 10683 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ(PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઈન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઈલ સેક્ટરને આપવામાં આવશે. આજે થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો. 


બેઠક બાદ  થયેલી પ્રેસ કોન્ફરન્સમાં વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને આઈબી મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના મોટા નિર્ણયો પર જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પીએલઆઈ સ્કીમથી ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને ગ્લોબલ રીતે કમ્પીટેટિવ બનાવવામાં મદદ મળશે. પીએલઆઈ સ્કીમથી 7.5 લાખ લોકોને સીધો ફાયદો થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube