નવી દિલ્હી: કોરોના સંકટ મહામારી  (Coronavirus Pandemic) દરમિયાન લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી. કેન્દ્ર સરકરે આવા લોકોની મદદ માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) 22810 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ યોજના હેઠળ રોજગાર મેળવનાર અને રોજગાર આપનાર બંનેને સરકાર સબસિડી આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજગાર પર કેબિનેટનો મોટો નિર્ણય 
 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' (Atmanirbhar Bharat Rojgar Yojana) હેઠળ સરકાર બે વર્ષ સુધી કંપનીઓ અને અન્ય એકમો દ્વારા કરવામાં આવેલી નિયુક્તિઓ માટે EPFમાં કર્મચારી અને નિયોક્તા (Employees and Employers) બંને તરફથી અંશદાન કરશે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ 2023 સુધી 22,810 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તેનાથી લગભગ 58.8 લાખ કર્મચારીઓને લાભ થશે. રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક ઓક્ટોબર 2020ને અથવા ત્યારબાદ અને 30 જૂન 2021 સુધી સામેલ તમામ નવા કર્મચારીઓને બે વર્ષની અવધિ માટે સબસિડી આપવામાં આવશે. 


નોકરી આપો, સબસિડી મેળવો
1. જે કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા 1000 સુધી છે, તે કંપનીઓમાં નવા કર્મચારીઓના 24 ટકા  EPF યોગદાન કેન્દ્ર સરકાર આપશે. એટલે કે 12 ટકા કર્મચારીઓના અને 12 ટકા કંપનીના યોગદાન સરકાર તરફથી બે વર્ષ સુધી કરવામાં આવશે. 


2. આ પ્રકારના જે કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા 1000થી વધુ છે, સરકાર બે વર્ષ સુધી ફક્ત નવા કર્મચારીઓના 12 ટકા EPF યોગદાન જ આપશે, કંપનીને 12 ટકા યોગદાન પોતે આપવું પડશે. 


3. જે કર્મચારીનો માસિક પગાર 15,000 રૂપિયાથી ઓછો છે, અને તે એવી કંપનીમાં કામ કરે છે જે 1 ઓક્ટોબર 2020 પહેલાં સુધી  Employees' Provident Fund Organisation (EPFO)માં રજિસ્ટર્ડ નથી અને જેમની પાસે UAN અથવા  EPF મેંબર એકાઉન્ટ નથી, તે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. 


4. એવા લોકો જે EPFOના સભ્ય છે અને તેમની પાસે  UAN નંબર પણ છે અને તેમની સેલરી 15 હજારથી વધુ છે જેમની નોકરી કોરોના મહામારીના લીધે 1 માર્ચ 2020થી લઇને 30 સપ્ટેમ્બર 2020 દરમિયાન જતી રહી. ત્યારબાદ તેમને 30 સપ્ટેમ્બર 2020 સુધી કોઇ એવી કંપનીમાં નોકરી મળી નથી જે EPFOથી કવર છે. તેમને પણ આ યોજનાનો લાભ મળશે. 


5. આ સ્કીમ હેઠળ 50 કર્મચારીવાળી કંપનીને ઓછામાં ઓછી બે નોકરી આપવી પડશે. 50થી વધુ કર્મચારીવાળી કંપનીને 5 નોકરી આપવી પડશે. આગામી બે વર્ષ સુધી આ સબસિડી મળશે. તેના પર લગભગ 22000 કરોડ રૂપિયા ખર્ચ થશે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube