Tata Group ની બે કંપનીઓ ગુજરાત-અસમમાં લગાવશે સેમીકંડક્ટર પ્લાન્ટ, શેર પર જોવા મળશે અસર
Cabinet Decisions, Semi-Conductor Plant: કેબિનેટે ગુજરાતમાં બે અને અસમમાં એક સેમીકંડક્ટર પ્લાન્ટને મંજૂરી આપી છે. ટાટા ગ્રુપની કંપની ગુજરાત અને અસમમાં પ્લાન્ટ લગાવશે. તો સીજી ગ્રુપ સાણંદમાં સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવશે.
નવી દિલ્હીઃ Cabinet Decisions, Semi Conductor Plant: ટાટા ગ્રુપની બે કંપનીઓ ટાટા ઈલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ (TEPL)અને ટાટા સેમીકંડક્ટર એસેમ્બેલી એન્ડ ટેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ (TSAT)ગુજરાત અને અસમમાં સેમીકંડક્ટર પ્લાન્સ લગાવવા જઈ રહી છે. TEPL તાઇવાનની કંપની પાવરચિપ સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ (PSMC)ની સાથે મળી ગુજરાતના ધોલેરામાં, TSAT અસમના મોરિગાંવમાં પ્લાન્ટ લગાવશે. આ સિવાય સીજી પાવર જાપાનની રેસેના ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને થાઈલેન્ડની માઇક્રો ઈલેક્ટ્રોનિક્સની સાથે ભાગીદારીમાં ગુજરાતના સાણંદમાં સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવશે. કેબિનેટે ત્રણેય પ્લાન્ટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
Cabinet Decisions, Semi Conductor Plant: 91 હજાર કરોડ રૂપિયાનું થશે રોકાણ
ગુજરાતના ધોલેરામાં લાગનાર પ્લાન્ટમાં TEPL અને PSMC દ્વારા 91 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. PSMC ની તાઇવાનમાં 6 સેમીકંડક્ટર ફાઉન્ડ્રી છે. તેની શરૂઆતી ક્ષમતા પ્રતિ મહિને 50,000 વેફર (WSPM)છે. તમને જણાવી દઈએ કે એક વેફરમાં પાંચ હજાર ચિપ્સ હોય છે. આ સિવાય ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, ટેલીકોમ, ડિફેન્સ, ઓટોમોટિવ, કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ડિસ્પ્લે, પાવર ઈલેક્ટ્રોનિક્સ વગેરે માટે પાવર મેનેજમેન્ટ ચિપ્સ બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ Triveni Turbine: 50 રૂપિયાનો શેર પહોંચ્યો 480ને પાર, 4 વર્ષમાં આપ્યું શાનદાર રિટર્ન
Cabinet Decisions, Semi Conductor Plant: અસમમાં 27 હજાર કરોડ રૂપિયાનું રોકાણ
TSAT અસમના મોરિંગા પ્લાન્ટમાં 27 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. પ્લાન્ટની ક્ષમતા 48 મિલિયન પ્રતિ દિવસ છે. તેમાં ઓટોમોટિવ, ઈલેક્ટ્રિક વ્હીકલ્પ, કંઝ્યુમર્સ ઈલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ, મોબાઈલ ફોન વગેરે જેવા સેગમેન્ટને કવર કરવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૌષ્ણવે જણાવ્યું કે આજે પ્રધાનમંત્રીએ દેશમાં સેમીકંડક્ટર ફેબ સ્થાપિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. પ્રથમ વાણિજ્યિક સેમીકંડક્ટર ફેબ ટાટા અને પાવરચિપ-તાઇવાન દ્વારા સ્થાપિત કરવામાં આવશે, જેનો પ્લાન્ટ ધોલેરામાં હશે.
Cabinet Decisions, Semi Conductor Plant: CG પાવર સાણંદ ફેક્ટરીમાં કરશે 7600 કરોડ રૂપિયાનું રોકાણ
CG પાવર, રેનેસા ઈલેક્ટ્રોનિક્સ જાપા,ન સ્ટાર્સ માઇક્રો ઈલેક્ટ્રોનિક્સ થાઈલેન્ડની સાથે મળી સાણંદના પ્લાન્ટમાં 7600 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેની ક્ષમતા 15 મિલિયન પ્રતિ દિવસ છે. સરકાર પ્રમાણે આ ત્રણ પ્લાન્ટ દ્વારા 20 હજાર પ્રત્યક્ષ અને 60 હજાર અપ્રત્યક્ષ રોજગાર મળશે. તમને જણાવી દઈએ કે સોમવારે બજાર બંધ થવા સુધી CG પાવરના શેર 4.44 ટકાની તેજી સાથે 448 રૂપિયા પર બંધ થયા છે.
આ પણ વાંચોઃ ગુજરાતની ગાંઠિયા અને સેવમમરા બનાવતી કંપની લાવી રહી છે 650 કરોડનો IPO, 6 માર્ચે ખુલશે