Cable Operators Protest:  Jio Tv દ્વારા પોતાના OTT પ્લેટફોર્મ પર ઘણી સ્પોર્ટ્સ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ કરવાથી કેબલ ટીવી ઉદ્યોગને ખુબ નુકસાન થઈ રહ્યું છે. ઓલ લોકલ કેબલ ઓપરેટર એસોસિએશન દિલ્હી (ALCOA INDIA)એ દૂરસંચાર નિયામક ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)પાસે તેની ફરિયાદ કરી છે. એસોસિએશનનું કહેવું છે કે Jio TV ગેરકાયદેસર રીતે લાઇટ કન્ટેન્ટ દેખાડી રહ્યું છે. ખાસ કરી ભારત વિરુદ્ધ શ્રીલંકા ટી20 અને વનડે સિરીઝનું લાઇવ ટેલીકાસ્ટ દેખાડવાથી કેબલ ટીવી ઉદ્યોગને વેપાર અને રોજગારના મામલામાં ભારે નુકસાન થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

197 મિલિયનથી વધી 210 મિલિયન થઈ ઘરોમાં ટીવીની સંખ્યા
ALCOA INDIA એ ટ્રાઈને પોતાની ફરિયાદમાં લખ્યું કે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના આંકડા પ્રમાણે 2018માં જ્યાં ભારતમાં 197 મિલિયન ઘરોમાં ટીવી હતા, તો 2020માં આ સંખ્યા વધી 210 મિલિયન થઈ ગઈ છે. પરંતુ કેબલ ટીવી ઓપરેટરોની સેવાઓનો લાભ ઉઠાવનાર ઘરોની સંખ્યા 120 મિલિયનથી ઘટી 2020માં 90 મિલિયન થઈ ગઈ છે અને હવે આ સંખ્યા સતત ઘટી રહી છે. 


Jio TV OTT પર ફ્રીમાં થઈ રહ્યું છે લાઇવ ટેલિકાસ્ટ, નથી અપલિન્કિંગ અને ડાઉનલિન્કિંગની મંજૂરી
ALCOA INDIA એ ટ્રાઈને લખ્યું કે ટેન સ્પોર્ટ્સનું લાઇવ કન્ટેન્ટ એટલે કે ભારત વિરુદ્ધ શ્રીલંકા ટી20 અને વનડે સિરીઝનું સીધુ પ્રસારણ દેખાડવા માટે કેબલ ટીવી ઉદ્યોગ 19 રૂપિયા + જીએસટીના દરથી ચૂકવણી કરી રહ્યું છે. તો , Jio TV OTT તેનું લાઇવ પ્રસારણ ફ્રીમાં દેખાડી રહ્યું છે. આ સિવાય કેબલ ટીવી ઉદ્યોગે લાઇવ કન્ટેન્ટ દેખાડવા માટે સરકાર પાસેથી અપલિન્કિંગ અને ડાઉનલિન્કિંગની મંજૂરી લેવી પડે છે, જ્યારે જિયો ટીવી કોઈ મંજૂરી વગર આ કરી રહ્યું છે. 


કેબલ ઓપરેટરે કહ્યું કે કેબલ ટીવી બિઝનેસ સંપૂર્ણ રીતે બરબાર થઈ જશે
કેબલ ઓપરેટરના એસોસિએશન ALCOA INDIA એ ટ્રાઈ પાસે માંગ કરી કે આ મામલામાં કડક કાર્યવાહી કરે. સાથે બ્રોડકાસ્ટર્સને ઓટીટી પ્લેટફોર્મ પર લાઇવ કન્ટેન્ટ દેખાડવા માટે પ્રતિબંધ લગાવે. એસોસિએશને પોતાની ફરિયાદમાં કહ્યું કે જો Jio TV ને લાઇવ કન્ટેન્ટ દેખાડવાની મંજૂરી અપાતી રહી તો તેનાથી ભારતીય કેબલ ટીવી બિઝનેસ સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે. જિયો ટીવી સિવાય એસોસિએસને ડિઝ્ની+ હોટસ્ટારની પણ ફરિયાદ કરી છે. 


એસોસિએશને પોતાના પત્રમાં લખ્યું કે સ્ટાર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પોતાના લીનિયર કન્ટેન્ટ, જે સ્ટાર પ્લસ, સ્ટાર સ્પોર્ટ્સ વગેરે ચેનલ પર ચલાવી રહ્યું છે, તેને પોતાના ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની+ હોટસ્ટાર પર પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. કેટલાક મામલામાં બધા લીનિયર કન્ટેન્ટ ટીવી પહેલા તેની ઓટીટી એપ્સ પર ઉપલબ્ધ છે. જે ગેરકાયદેસર છે. ALCOA INDIA એ 13 એપ્રિલ 2023ના TRAI, MIB અને CCI થી TATA IPL ને Jio Cinema પર ગેરકાયદેસર દેખાડવાના સંબંધમાં ફરિયાદ કરી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ મળ્યો નથી.