કેનેડાએ ભારતના વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત
કેનેડાએ સ્ટુડન્ટ વિઝા મામલે પોતાના નિયમોમાં બદલાવ કર્યો છે
નવી દિલ્હી : કેનેડાએ સ્ટુડન્ટ વિઝા મામલે પોતાના નિયમોમાં બદલાવ કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત ભારત અને ત્રણ અન્ય દેશોના વિદ્યાર્થીઓને વધારે સરળતાથી અને જલ્દી વિઝા આપી દેવામાં આવશે. આમ, એક તરફ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને બીજી તરફ વિઝા પ્રક્રિયામાં લાગનારા સમયમાં ઘટાડો કરવામાં આ્વ્યો્ છે.
કેનેડાના આ નવા પ્રોગ્રામને કારણે સ્ટડી પરમિટ મેળવવા માટે પહેલા જ્યારે 60 દિવસ જેટલો સમય લાગતો હતો તે ઘટીને હવે 45 દિવસ થઈ ગયો છે. UK અને USAના નિયમો કડક થવાને કારણે ભણવા માટે કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. 2017માં 83,410 ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડાની સ્ટડી પરમિટ મેળવી, જે 2016ની સરખામણીમાં 58 ટકા વધારે છે. ઉલ્લેખનીય છે કે ભારત, ચીન, વિયેતનામ અને ફિલિપિન્સ તે વિદ્યાર્થીઓ જે વિદેશમાં ભણવા માટે નાણાંકીય રીતે સક્ષમ છે અને ભાષાની જેમને સમસ્યા નથી તે નવા જાહેર કરવામાં આવેલા સ્ટુડન્ટ ડાઈરેક્ટ સ્ટ્રીમ(SDS) પ્રોગ્રામનો લાભ લઈ શકે છે. આમ, નવા પ્રોગ્રામ અંતર્ગત ભારત, ચીન, વિયતનામ અને ફિલિપિન્સને પ્રાથમિકતા આપવામાં આવી છે.
આ પહેલાં સ્ટુડન્ટ પાર્ટનર્સ પ્રોગ્રામ લાગુ હતો. સ્ટુડન્ટ પાર્ટનર્સ પ્રોગ્રામ (SPP) કેનેડાની માત્ર 40 કોલેજોમાં અપ્લાય કરનારા વિદ્યાર્થીઓ માટે જ લાગુ પડતો હતો. હવે ઈમીગ્રેશન, રેફ્યુજી એન્ડ સીટિઝનશિપ કેનેડા(IRCC)ના નિવેદન અનુસાર કેનેડાની દરેક માન્ય કોલેજને સ્ટુડન્ટ સિલેક્ટ કરી શકે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિ્યાના રિપોર્ટ પ્રમાણે 2017માં ભારતના 83410 વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આ્વ્યા હતા જ્યારે ચીનના 83195 વિદ્યાર્થીઓએ આ ફાયદો ઉપાડ્યો છે.