મેહુલ ચોક્સીએ કહ્યું, 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકું
દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મેહુલ ચોક્સીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં કહ્યું કે તે ફ્લાઇટમાં 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકે. તમને જણાવી દઇએ કે મેહુલ ચોક્સીને ભાગેડૂ નાણાકીય અપરાધી જાહેર કરવા માટે પ્રિવેંશન ઓફ મની લોંડ્રિંગ એક્ટ (PMLA) સ્પેશિયલ કોર્ટમાં ઈડી (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં મેહુલ ચોક્સી દ્વારા પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં આ વાત કહી છે. મેહુલ ચોક્સીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ ઇન્ટરપોલ દ્વારા તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે.
નવી દિલ્હી: દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મેહુલ ચોક્સીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં કહ્યું કે તે ફ્લાઇટમાં 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકે. તમને જણાવી દઇએ કે મેહુલ ચોક્સીને ભાગેડૂ નાણાકીય અપરાધી જાહેર કરવા માટે પ્રિવેંશન ઓફ મની લોંડ્રિંગ એક્ટ (PMLA) સ્પેશિયલ કોર્ટમાં ઈડી (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં મેહુલ ચોક્સી દ્વારા પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં આ વાત કહી છે. મેહુલ ચોક્સીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ ઇન્ટરપોલ દ્વારા તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે.
દર મિનિટે કેવી રીતે કરોડો કમાય છે આ બિઝનેસ ટાઇકૂન, તમે પણ બની શકો છો અરબપતિ!
મેહુલ ચોક્સીએ આપ્યો 34 પેજનો જવાબ
ઈડીની અરજીને રદ કરવાની માંગ કરતાં મેહુલ ચોક્સીએ 34 પેજના જવાબમાં કહયું છે કે બાકી લેણું ચૂકવવા માટે તે પંજાબ નેશનલ બેંક (PNB) સાથે પત્રાચારથી વાતચીત કરી રહ્યો છું. તેણે એ પણ કહ્યું કે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે ઈડીએ જાણીજોઇને પીએનબી સાથે પત્રાચારથી થયેલી વાતચીતને રજૂ કરી નથી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર મેહુલ ચોક્સીએ સ્પેશિયલ જજ એમએસ આઝમી સમક્ષ સોમવારે વકીલ સંજય અબોટ અને રાહુલ અગ્રવાલ દ્વારા રજૂ કર્યો.
2018માં Income Tax ના નિયમોમાં થયા અનેક પરિવર્તન, 2019 પહેલા જાણવું છે જરૂરી
કહ્યું- ઈડીએ મારી સંપત્તિઓનું મૂલ્ય ઓછું આંક્યું
તમને જણાવી દઇએ કે ઈડીએ મેહુલ ચોક્સીને ભાગેડૂ નાણાકીય અપરાધી જાહેર કરવા અને તેની સંપત્તિઓ જપ્ત કરવા માટે અરજી દાખલ કરી છે. મેહુલ ચોક્સીએ પોતાના જવાબમાં ઈડી પર આરોપ લગાવતાં કહ્યું કે તપાસ એજન્સીઓએ જાણીજોઇને ઘણી સંપત્તિઓનું મૂલ્ય ઓછું આંક્યું છે. અટેચ કરવામાં આવેલી સંપત્તિઓનું કુલ મૂલ્ય 89 થી 537 કરોડ વચ્ચે છે. આ પહેલાં ગત થોડા દિવસો પહેલાં ઇન્ટરપોલે સીબીઆઇની અરજી પર મેહુલ ચોક્સી વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે.
Year End: 2018મા ઝુકરબર્ગની ખરાબ સ્થિતિ, વોરેન બફેટને પડ્યો મંદીનો માર, પરંતુ અબાંણીની સંપત્તિ વધી
12,400 કરોડ રૂપિયા લઇને ભાગવાનો આરોપ
તમને જણાવી દઇએ કે હીરાના વેપારી મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકના 12,400 કરોડ રૂપિયા લઇને ભાગવાનો આરોપ છે. બીજી તરફ ભારતીય એજન્સીઓને જાણકારી મળી હતી કે ચોક્સી એંટિગુઆમાં રહે છે. મેહુલ ચોક્સીના વકીલ સંજય અબોટે કોર્ટમાં કહ્યું હતું કે મેહુલ ચોક્સીની અસ્વસ્થ્યતાને ધ્યાનમાં રાખતાં તેના નિવેદને વિડીયો કોંફ્રેસિંગ દ્વારા રેકોર્ડ કરવામાં આવે અથવા ઇડીના અધિકારીઓ એટિંગુઆ જઇને તેમનું નિવેદન નોંધી શકે છે.