Domino's Pizza: સ્માર્ટફોનના વધતા ઉપયોગ અને આકર્ષક ડિસ્કાઉન્ટની સાથે ભારતમાં ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝડપથી લોકપ્રિય થઈ ગઈ છે. ઝોમેટો અને સ્વિગીનું કમિશન ડોમિનોઝ અને અન્ય રેસ્ટોરન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે. બંને કંપનીઓ સામે તેમના રેસ્ટોરન્ટ પાર્ટનર્સે અયોગ્ય વેપાર કરવાનો આરોપ લગાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોમિનોઝ પિઝા ઇન્ડિયા ફ્રેન્ચાઈઝી તેમની બિઝનેસને ફૂડ ડિલીવરી એપ ઝોમેટો અને સ્વિગીથી હટાવી શકે છે. આવનારા સમયમાં થઈ શકે છે કે તમે ઝોમેટો અને સ્વિગી પરથી ડોમિનોઝના પિઝા ઓર્ડર નહીં કરી શકો. બંને ફૂડ ડિલીવરી એપ પર વધતા કમિશનના કારણથી ડોમિનોઝ પિઝા ઇન્ડિયા પરેશાન છે. રોયટર્સના સમાચાર અનુસાર, જો ઝોમેટો અને સ્વિગીએ હવે તેમના કમિશનમાં વધારો કર્યો, તો ડોમિનોઝ પિઝા ઇન્ડિયા આ બંને એપ પરથી તેમના પ્રોડક્ટને દૂર કરશે.


ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સરકારની ડેડલાઈન, ફટાફટ કરો નહીં તો...


ઝોમેટો અને સ્વિગી સામે ગંભીર આરોપ
આ ખુલાસો જ્યુબિલન્ટ ફૂડવર્કસ JUBI.NS દ્વારા કરવામાં આવ્યો હતો. જે ભારતમાં ડોમિનોઝ અને ડંકિન ડોનટ્સની ચેન ઓપરેટ કરે છે. જ્યુબિલન્ટ ભારતની સૌથી મોટી ફૂડ સર્વિસ કંપની છે. તેના 1,600 થી વધારે બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ આઉટલેટ છે. તેમાં 1,567 ડોમિનોઝ અને 28 ડંકિન આઉટલેટ સામેલ છે. CCI એ એપ્રિલમાં Zomato અને Swiggy ના તપાસના આદેશ આપ્યા હતા. બંને પ્લેટફોર્મ્સ સામે કથિત અયોગ્ય વેપાર વ્યવહાર કરવાને લઇને ફરિયાદ સામે આવી હતી. બંને કંપનીઓ સામે તેમના રેસ્ટોરન્ટ પાર્ટનર્સે અયોગ્ય વેપાર કરવાનો આરોપ લગાવ્યો હતો.


આ ફિલ્મની રીલિઝ પહેલા એક્ટરનું થયું નિધન, જીત્યો બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ


જ્યુબિલન્ટ લઇ શકે છે મોટો નિર્ણય
જ્યુબિલન્ટે આ મહિને જણાવ્યું હતું કે ભારતમાં તેના કુલ વેપારનો 26-27 ટકા ભાગ ઓનલાઈન પ્લેટફોર્મથી આવ્યો છે. તેમાં તેમની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ પણ સામેલ છે. કંપનીએ તેમના 19 જુલાઈના પત્રમાં CCI ને સંબોધિત કરતા કહ્યું કે કમિશન દરોમાં વૃદ્ધિ મામલે જ્યુબિલન્ટ તેમના મોટાભાગના ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મથી ઇન-હાઉસ ઓર્ડરિંગ સિસ્ટમમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરશે.


હરિદ્વારમાં ગૂંજ્યો 'હર હર મહાદેવ'નો નાદ, લાખો કાવડયાત્રી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા


કમિશનથી નાખુશ રેસ્ટોરન્ટ વેપારી
સ્માર્ટપોનના વધતા ઉપયોગ અને આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ભારતમાં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝડપથી લોકપ્રિય થઈ ગયા છે. જ્યુબિલન્ટની આ ચેતવણી ત્યારે સામે આવી, જ્યારે ઝોમેટો અને સ્વિગી પર ભારતના ઘણા રેસ્ટોરન્ટે ખોટી રીતે બિઝનેસ કરવાનો આરોપ લગાવ્યો હતો. સીસીઆઇનો મામલો નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની એક ફરિયાદથી શરૂ થયો હતો. જેમાં 5,00,000 થી વધારે સભ્ય છે. ઝોમેટો અને સ્વિગી પર 20 ટકા થી 30 ટકાની મર્યાદામાં લેવાયેલું કમિશન વ્યવહારુ નથી.


આગામી સમયમાં હજુ મોંઘવારી વધવાની, જાણો શું કહ્યું RBI ગવર્નરે


એક વરિષ્ઠ ઉદ્યોગ કાર્યકારીએ કહ્યું કે, ઝોમેટો અને સ્વિગીના કમિશન ડોમિનોઝ અને ઘણા અન્ય રેસ્ટોરન્ટ માટે ચિંતાનો વિષય હતો. નામ જાહેર ન કરવાની શરત પર એક્ઝિક્યૂટિવે કહ્યું કે જો કમિશનમાં વધારો કરવામાં આવે છે તો તેનાથી કારોબારીઓનો નફો ઓછો થઈ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube