Best Selling Car: એવું કહેવાય છે કે દેશમાં સસ્તી કારોની ડિમાન્ડ સૌથી વધુ રહે છે. આ કારણ છે કે મારુતિ સુઝૂકીની ગાડીઓ અન્ય કંપનીઓની કાર કરતા વધુ ખરીદાય છે. કંપની પાસે સસ્તી કારના ઢગલા વિકલ્પ છે. જેમાં મારુતિ સુઝૂકી અલ્ટો અને મારુતિ સુઝૂકી સ્વિફ્ટ કેટલાક લોકપ્રિય નામમાં ગણાય છે. મારુતિ સ્વિફ્ટ માર્ચ મહિનામાં સૌથી વધુ વેચાયેલી ગાડી હતી પરંતુ એપ્રિલ મહિનામાં ચિત્ર પલટાઈ ગયું. એક અન્ય સસ્તી કારે અલ્ટો અને સ્વિફ્ટ બંનેને પછાડી છે અને દેશની બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ મેળવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Selling Car in April
એપ્રિલ મહિનામાં મારુતિ વેગનઆર(Maruti Wagonr) એ બાજી મારી અને સૌથી વધુ વેચાનારી ગાડી બની ગઈ. આ કારનું ગત મહને 20,879 યુનિટનું વેચાણ થયું છે. ખાસ વાત એ છે કે તેની કિંમત બસ 5.5 લાખ રૂપિયાથી જ શરૂ થાય છે. વેચાણના મામલે વેગનઆરે સ્વિફ્ટ અને અલ્ટો સહિત તમામ કારોને માત આપી છે. આ અગાઉ એક મહિના પહેલા માર્ચ 2023માં વેગનઆર બીજા નંબરે હતી અને મારુતિ સ્વિફ્ટ પહેલા નંબરે હતી. એપ્રિલમાં ઉલ્ટું થઈ ગયું. 


Maruti Suzuki Swift નંબર 2 પર
એપ્રિલમાં મારુતિ સુઝૂકી સ્વિફ્ટ બીજા નંબરે આવી ગઈ. આ કારનું એપ્રિલ મહિનામાં વેચાણ 18,573 યુનિટનું થયું હતું. જ્યારે માર્ચમાં સ્વિફ્ટ દેશની સૌથી વધુ વેચાયેલી કાર હતી. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે વેગનઆર અને સ્વિફ્ટના વેચાણમાં 2000 યુનિટથી પણ વધુનું અંતર છે. 


Maruti Suzuki Baleno નંબર 2 પર
એપ્રિલમાં મારુતિ સુઝૂકી બલેનો નંબર 3 પર રહી છે. આ પ્રીમીયમ હેચબેક કરાનું એપ્રિલ મહિનામાં 16,180 યુનિટનું વેચાણ થયું છે. સ્વિફ્ટ અને બલેનોના વેચાણમાં પણ 2000થી વધુ યુનિટ્સનું અંતર છે. 


એપ્રિલમાં 10 સૌથી વધુ વેચાયેલી કાર


Maruti Suzuki WagonR - 20,879 યુનિટ
Maruti Suzuki Swift - 18,573 યુનિટ
Maruti Suzuki Baleno - 16,180 યુનિટ
Tata Nexon - 15,002 યુનિટ
Hyundai Creta - 14,186 યુનિટ
Maruti Suzuki Brezza - 11,836 યુનિટ
Maruti Suzuki Alto - 11,548 યુનિટ
Tata Punch - 10,934 યુનિટ
Maruti Suzuki Eeco - 10,504 યુનિટ
Hyundai Venue - 10,342 યુનિટ