Petrol ના ભાવમાં વધારો છતાં કારનું વેચાણ 3 ગણું વધ્યું, લો બોલો, ક્યાં મોંઘવારી નડે છે!
ઓટો સેક્ટર (Auto Sector) માં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. લોકોમાં એવી ધારણા હતી કે કોરોના અને લોકડાઉન (Lockdown) ને કારણે દેશમાં મંદીનો માહોલ સર્જાશે.
નવી દિલ્હી: એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price) ના વધતા ભાવ સામાન્ય પ્રજાને દઝાડી રહ્યા છે. ત્યાં બીજી તરફ ઓટો સેક્ટર (Auto Sector) માં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. લોકોમાં એવી ધારણા હતી કે કોરોના અને લોકડાઉન (Lockdown) ને કારણે દેશમાં મંદીનો માહોલ સર્જાશે.
પરંતુ અહીં વાત જ કંઈક અલગ જોવા મળી રહી છે. અનેક રાજ્યમાં પેટ્રોલનો ભાવ (Petrol Price) 100ને પાર થયો છે. જો કે તેમ છતાં કાર ઈન્ડસ્ટ્રી (Car Industry) માં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે. 34 દિવસમાં પેટ્રોલના ભાવમાં 8.84 રૂપિયાનો તોતિંગ વધારો થયો. આવી સ્થિતિમાં પણ મે મહિના કરતા જૂનમાં કારનું વેચાણ 3 ગણુ વધ્યું છે.
કોરોના (Covid 19) મહામારીમાં અનેક ધંધા રોજગાર ઠપ્પ થયા. જો કે બીજી લહેર બાદ ઓટો સેક્ટરમાં ઝડપી રિકવરી જોવા મળી. જૂન મહિનામાં મોટા ભાગની કાર કંપનીઓના વેચાણ ગ્રોથમાં સરેરાશ 3 ગણો વધારો જોવા મળ્યો. છેલ્લા 1 મહિના કરતા પણ વધુ સમયથી પેટ્રોલ-ડીઝલ ((Petrol-Diesel) ના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર થઈ છે. છતાં કારના વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ છે. ઈંધણના વધતા ભાવને જોતા લોકો હવે ઈલેક્ટ્રીક (Petrol) વાહનો તરફ વળ્યા છે.
દરેક ખેડૂત મેળવી શકે છે 15 લાખ રૂપિયા, જાણો કેવી રીતે મેળવી શકશો સ્કીમનો લાભ
ઓટો માર્કેટ (Auto Market) ની લીડર મારૂતિ સુઝુકીના વેચાણ 3 ગણા વધીને 1,47,368 યુનિટ્સ રહ્યાં છે. જે મે મહિનામાં 46,533 યુનિટ નોંધાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં 317 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે જૂન મહિનામાં 57,428 યુનિટ્સ નોંધાયા હતા.
મારૂતિ (Maruti) બાદ આવતી હ્યુન્ડાઈએ પણ માર્કેટમાં સારો એવો કબજો કર્યો છે. હ્યુન્ડાઈનું જૂન મહિનામાં વેચાણ વધીને 54,474 યુનિટ્સ છે. જો કે મે મહિનામાં 30,703 યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં 77 ટકાનો વધારો થયો છે.
હોન્ડા (Honda) કંપનીની કારના વેચાણમાં પણ સારી એવી વૃદ્ધિ આવી છે. હોન્ડાનું જૂન મહિનામાં વેચાણ વધીને 4767 યુનિટ્સ છે. જો કે મે મહિનામાં 2032 યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં 235 ટકાનો વધારો થયો છે.
7 સીટર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ 5 કાર બનશે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ
ટાટા મોટર્સ (Tata Motors) ની વાત કરીએ તો જૂન મહિનામાં વેચાણ વધીને 43,704 યુનિટ્સ છે. જો કે મે મહિનામાં 24,552 યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં 78 ટકાનો વધારો થયો છે.
નિસાન મોટર્સ (Nissan Motors) પણ આ લીસ્ટમાં સામેલ છે. નિસાનનું જૂન મહિનામાં વેચાણ વધીને 3503 યુનિટ્સ છે. જો કે મે મહિનામાં 1253 યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં 280 ટકાનો વધારો થયો છે.
દેશભરના મોટા ભાગના રાજ્યોમાં જૂનમાં લોકડાઉન (Lockdown) દૂર થતાની સાથે જ ગ્રાહકોની ભાવનાઓ બદલાઈ. પોઝિટિવ ટ્રેન્ડ હોવા છતાં કારનું વેચાણ જાન્યુઆરીની સરખામણીએ ઓછું છે. જાન્યુઆરીની સરખામણીએ હજુ પણ કારના વેચાણમાં 8-27 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓટો નિષ્ણાતોનું કહેવું છે કે જેમ-જેમ દેશમાં અનલોક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમ કારના વેચાણમાં ધીરી ધીરે વધારો નોંધાયો છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં જૂન મહિનામાં 32,964 યુનિટ રહ્યાં હતા. જો કે જાન્યુઆરીની સરખામણીએ 16 ટકા ઓછું વેચાણ થયું છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (Hyundai Motor India) ના ડિરેક્ટરે જણાવ્યું કે બજાર ખુલતા અને કસ્ટમર સેન્ટિમેન્ટ શ્રેષ્ઠ થવાની સાથે જ વેચાણમાં સુધારો થયો છે. ઓટો કંપનીઓ વેચાણને વેગ આપવા માટે બજારમાં આકર્ષક મોડલ રજૂ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube