મુંબઇ : આર્થિક સંકટ સામે જજુમી રહેલ અનિત અંબાણી ગ્રુપની આગેવાનીનું રિલાયન્સ ગ્રુપે બલાર્ડ એસ્ટેટ ખાતે પોતાનાં કોર્પોરેટ હેડક્વાર્ટર રિલાયન્સ સેંટરને ખાલી કરી દીધું છે. દેવામાં ડુબેલી રિલાયન્સે આર્થિક બોઝ ઘટાડવા માટે પોતાની સંપત્તીઓનું વેચાણ ચાલુ કરી દીધું છે. જેનાં પગલે હવે કંપનીએ પોતાની હેડ ઓફીસ સાંતાક્રુઝ ખાતેની ઓફીસથી જ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ ગ્રુપ પર આશરે 60 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ વર્ષે માર્ચમાં ગ્રુપે મુંબઇમાં પોતાનાં પાવર ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસને અદાણી ગ્રુપને 18,800 કરોડ રૂપિયામાં વેચી દીધું છે ગ્રુપે પોતાનાં ફ્લેગશીપ રિલાયન્સ કમ્યુનિકેશનનાં 51 ટકા સ્ટોકને પોતાનાં દેવાદારોને આપવાની રજુઆત કરી છે. તે ઉપરાંત કંપનીએ બાકીનાં 27 હજાર કોરડ રૂપિયાનાં દેવાની ચુકવણી માટે પોતાનાં સ્પેક્ટ્રમ વેચીને 17 હજાર કરોડ રૂપિયા એકત્ર કરશે. ગ્રુપે સમગ્ર દેશમાં પોતાનાં રિયલ એસ્ટેટ સંપત્તીઓને 10 હજાર કરોડ રૂપિયામાં વેચવાની તૈયારીમાં છે. 

ઉર્જા ક્ષેત્રમાં કામ કર રહેલ ગ્રુપની કંપની રિલાયન્સ પાવર પણ સંઘર્ષ કરી રહી છે. તેની માર્કેટ વેલ્યું 11,400 કરોડ રૂપિયા છે જે 2008માં આઇપીઓ દ્વારા એકત્ર કરેલ 11,700 કરોડ રૂપિયા કરતા પણ 300 કરોડ રૂપિયા ઓછા છે. ગ્રુપનાં વરિષ્ઠ અધિકારીએ ઓળખ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું કે, વ્યાવહારીક કારણોથી ગ્રુપનાં કોર્પોરેટ ઓફીસને સાંતાક્રુઝ શિફ્ટ કરી દેવામાં આવી છે. અનિલ અંબાણી સહીત તમામ ટોપ મેનેજમેન્ટ ત્યાં જ બેસશે. માટે દક્ષિણ મુંબઇની ઓફીસમાં બેસવાનો કોઇ અર્થ નહોતો. ગત્ત થોડા વર્ષોમાં બલાર્ડ એસ્ટેટ ઓફીસનો ઉપયોગ બોર્ડ મીટિંગ્સ અને પ્રેસ કોન્ફરન્સ જેવા કામ માટે જ કરવામાં આવતું હતું 

ગ્રુપ રિલાયન્સ સેન્ટરનાં 6 હજાર વર્ગફૂટમાં ફેલાયેલા 3 ફ્લોર્સ પર પોતાનું નિયંત્રણ યથાવત્ત રાખશે. જો કે ગ્રુપનાં અધિકારીઓ તે જણાવવાનો ઇન્કાર કરી દીધો કે ગ્રુપ આ સ્થળનો ઉપયોગ કરવા માટે શું આયોજન કરી રહ્યું છે. એક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મે જણાવ્યું કે, રિલાયન્સ આ સ્પેસ થકી દર મહિને 10 લાખ રૂપિયાનું ભાડુ મેળવી શકે છે.