FY 2018-19 માટે ITR ફાઇલ કરવાની તારીખ વધારવામાં આવી શકે છે, આ રહ્યું કારણ
CBDT ના આ નિર્ણય બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ITR ફાઇલ કરવાની તારીખ પણ 31 જુલાઇથી વધારવી પડશે. નિયમ અનુસાર નાણાકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે.
નવી દિલ્હી: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે મંગળવારે Form 16 અને TDS રિટર્ન (Form 24Q) ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ વધારી દેવામાં આવી છે. CBDT એ નાણાકીય વર્ષ 2018-19 ની અંતિમ ત્રિમાસિક માટે સ્ટેટમેન્ટ જમા કરાવવાની તારીખ 31 મેથી વધારીને 30 જૂન કરી દેવામાં આવી છે. સાથે જ કંપની દ્વારા પોતાના કર્મચારીઓને Form 16 જાહેર કરવાની તારીખ પણ 15 જૂન થી વધારીને 10 જુલાઇ કરી દેવામાં આવી છે.
મોબાઇલ નંબરની માફક હવે ગાડીના નંબરની પણ થશે પોર્ટેબિલિટી, સરકારનો મોટો નિર્ણય
CBDT ના આ નિર્ણય બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ITR ફાઇલ કરવાની તારીખ પણ 31 જુલાઇથી વધારવી પડશે. નિયમ અનુસાર નાણાકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે. પરંતુ CBDT દ્વારા Form 16 ની તારીખ વધારીને 10 જુલાઇ કરી દેતાં તેમાં સમસ્યાઓ આવી શકે છે.
ટેક્સ ભરો અને તમને મળશે PM મોદીની સાથે ચા પીવાની તક, જાણો કેવી રીતે
જો કોઇ કંપનીને કંપની દ્વારા Form 16 10 જુલાઇના રોજ ઇશ્યૂ કરવામાં આવે છે તો તેને ઇનકમ ટેક્સ રિટર્ન 31 જુલાઇ સુધી ફાઇલ કરવું પડશે. તેની પાસે માત્ર 21 દિવસનો સમય રહેશે. ઓછા સમયના લીધે હજારો કર્મચારી એવા હશે જે રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી જશે. એટલા માટે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પણ 31 જુલાઇ સુધી વધારવામાં આવી શકે છે.