DHFL Case: CBI એ યૂનિયન બેંક ઓફ ઇન્ડીયાના નેતૃત્વમાં 17 બેંકોના ગૃપ સાથે કથિત 34,615 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં ડીએચએલએફના કપિલ વધાવન અને ધીરજ વધાવન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તમને જણાવી દઇએ કે આ એજન્સીની તપાસના દાયરામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી છેતરપિંડી છે. હાલ અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઇ આરોપીને મુંબઇ સ્થિત 12 ઠેકાણા પર તલાશી લઇ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી ઇઇએ કે તપાસ એજન્સીએ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિ. તત્કાલિન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કપિલ વધાવન, નિર્દેશક ધીરવ વધાવન અને રિયલ્ટી ક્ષેત્રની છ કંપનીઓને યૂનિયન બેંક ઓફ ઇન્ડીયના નેતૃત્વાવાળી બેંકોના ગૃપ સાથે કથિત અરીતે 34,615 કરોડ રૂપિયાની છેતરપિંડી માટે ગુનાહિત કાવતતામાં સામેલ હોવાને લઇને કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


સીબીઆઇએ બેંકને 11 ફેબ્રુઆરી 2022 ના રોજ મળેલી ફરિયાદના અધારે કાર્યવાહી કરી. વધાવન બંધુ કથિત ભ્રષ્ટાચારના મામલે હાલ સીબીઆઇની તપાસના ઘેરમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube