5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો શું છે રેકોર્ડ ડેટ?
Ceenik Exports એ પોતાના શેર ધારકોને બોનસ આપવાની જાહેરાત કરી છે, જેની રેકોર્ડ ડેટ નજીક આવી ગઈ છે. શુક્વારે આ સ્ટોક 5 ટકાની અપર સર્કિટની સાથે બંધ થયો હતો. તેમાં છેલ્લા પાંચ વર્ષમાં ઈન્વેસ્ટરોને લગભગ 20000 ટકાનો નફો આપ્યો છે.
નવી દિલ્હીઃ નવું વર્ષ શરૂ થવામાં માત્ર 2 દિવસનો સમય બાકી છે. આ પહેલા મલ્ટીબોગર સ્ટોક Ceenik Exports એ પોતાના શેરધારકોને મોટા સમાચાર આપ્યા છે. કંપનીએ તાજેતરમાં 1:5 ના રેશિયોમાં બોનસ શેર જારી કરવાની જાહેરાત કરી છે, એટલે કે 5 શેર પર ઈન્વેસ્ટરને 1 બોનસ શેર મળશે. તે માટે રેકોર્ડ ડેટ 3 જાન્યુઆરી 2025 જાહેર કરવામાં આવી છે.
શુક્રવારે લાગી હતી 5 ટકાની અપર સર્કિટ
શુક્રવાર 27 ડિસેમ્બરે Ceenik Exports ના શેર 5 ટકાના વધારા સાથે 1352.80 રૂપિયા પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે પોતાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શુક્રવારે કુલ 3008 શેરનું ખરીદ-વેચાણ થયું જ્યારે છેલ્લા બે સપ્તાહના એવરેજ 1302 શેરથી વધુ છે.
5 વર્ષમાં 19850% થી વધુ રિટર્ન
Ceenik Exports એ છેલ્લા કેટલાક વર્ષમાં ઈન્વેસ્ટરને શાનદાર રિટર્ન આપ્યું છે. છેલ્લા છ મહિનામાં તેમાં 91.66% ની તેજી આવી છે, જ્યારે એક વર્ષ દરમિયાન સ્ટોકે 1104.09% નું રિટર્ન આપ્યું છે. તો છેલ્લા બે વર્ષમાં 5872% નો પ્રોફિટ મળ્યો છે. પાંચ વર્ષ દરમિયાન કંપનીએ 19852.80% નું શાનદાર રિટર્ન આપ્યું છે. કંપનીએ શાનદાર પ્રદર્શન કરી પોતાના ઈન્વેસ્ટરોને બમ્પર લાભ કરાવ્યો છે.
આ પણ વાંચોઃ ખેડૂતો ખાસ જાણો! જો આ રહી ગયું તો કટ થઈ જશે PM કિસાનના લીસ્ટમાંથી નામ, નહીં મળે 2000
આ ઈન્વેસ્ટરોને થઈ શકે છે ફાયદો
મહત્વનું છે કે બોનસ શેર ઈન્વેસ્ટરોને ફ્રીમાં મળે છે, જેનાથી કંપનીમાં તેની ભાગીદારી વધે છે. Ceenik Exports ની આ જાહેરાત નાના ઈન્વેસ્ટરો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, ખાસ કરી તેવા લોકો માટે જેણે લાંબા સમયથી શેરમાં રોકાણ કર્યું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)