Ceigall India IPO: ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની સીગલ ઈન્ડિયા લિમિટેડે 1253 કરોડ રૂપિયાના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)માટે સોમવારે 380 રૂપિયાથી 401 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરી છે. લુધિયાણા સ્થિત કંપનીનો આઈપીઓ 1 ઓગસ્ટે ખુલશે અને પાંચ ઓગસ્ટે બંધ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના આઈપીઓમાં 684.25 કરોડ રૂપિયાની કિંમતના નવા શેરની રજૂઆત સિવાય વર્તમાન પ્રમોટરો તથા વ્યક્તિગત શેરધારકો તરફથી 568.41 કરોડ રૂપિયાની કિંમતના 1.42 કરોડ ઈક્વિટી શેરની વેચાણની રજૂઆત  (OFS) સામેલ છે. પ્રાઇસ રેન્જના ઉપલા છેડે, સીગલ ઇન્ડિયાના IPOનું કદ રૂ. 1,252.66 કરોડ રાખવામાં આવ્યું છે. આમાં, પ્રમોટર અને પ્રમોટર જૂથ એકમો સિવાય, વ્યક્તિગત શેરધારક કંવલદીપ સિંહ લુથરા તેમનો હિસ્સો વેચી રહ્યા છે.


આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની ઉપકરણોની ખરીદી અને લોનની ચુકવણી સિવાય સામાન્ય કંપનીની જરૂરીયાત માટે કરશે. કંપનીના આઈપીઓનું એલોટમેન્ટ 6 ઓગસ્ટે થશે. સાત ઓગસ્ટે રિફંડ અને કંપની આઠ ઓગસ્ટે શેર બજારમાં પર્દાપણ કરશે. 


આ પણ વાંચો- સરકારે બજેટમાં ન કરી આઠમાં પગાર પંચની જાહેરાત!, હજુ પણ વધી શકે છે કર્મચારીઓનો પગાર


શું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ?
કંપનીના શેર ગ્રે માર્કેટમાં 90 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે કંપનીનો આઈપીઓ 491 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. જો લિસ્ટિંગ સુધી આ સ્થિતિ યથાવત રહી તો ઈન્વેસ્ટરોને 22 ટકા જેટલો ફાયદો થઈ શકે છે. 


શું કરે છે સીગલ ઈન્ડિયા?
વર્ષ 2002માં સ્થાપિત સીગલ ઈન્ડિયા એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માતા કંપની છે. તેને એલિવેટેડ રોડ, ફ્લાઈઓવર, પુલ, રેલવે ઓવરબ્રિજ, સુરંગ, રાજમાર્ગ, એક્સપ્રેસવે અને રનવે જેવા આંતરમાળકાના કાર્ય કરવાનો અનુભવ છે. જૂન 2024 સુધી તેને 9740 કરોડ રૂપિયાનો ઓર્ડર મળેલો છે.