GST લાગૂ થયા પછી પહેલીવાર સીમેંટના ભાવમાં ધરખમ વધારો થઇ ગયો છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1 બેગ પર 25 રૂપિયા સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 વર્ષમાં જોવા મળ્યો છે. જાનકારોએ ગત વર્ષે જાન્યુઆરી અને અત્યારની તુલના કરી છે, જેમાં આટલો વધારો સામે આવ્યો છે. CRISIL રિસર્ચનું કહેવું છે કે કંસ્ટ્રકશન ક્ષેત્રમાં સીમેંટની ડિમાંડ વધી છે અને આ વધારાથી સીમેંટ મેન્યુફેક્ચર્રને સારો ફાયદો થઇ રહ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો જોઇન્ટ હોમ લોન લેવાના ફાયદા, ટેક્સ બેનિફિટ પણ મળે છે વધુ


સીમેંટ કંપનીઓનો ફાયદો વધશે
ફાઇનાશિયલ એક્સપ્રેસના સમાચાર અનુસાર સીમેંટ ડિમાંડમાં વધારો જોવા મળી શકે છે. તેનો ફાયદો ઉદ્યોગોને થશે. એક અન્ય સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ડિમાંડ વધતાં સીમેંટ ઉત્પાદન કંપનીઓને સારો ફાયદો થશે. ઘણા સરકારી પ્રોજેક્ટની માંગ વધવામાં પણ મદદગાર થઇ રહ્યા છે. આ વધારો 2020 સુધી ચાલુ રહેશે. એજન્સીએ 2020માં સીમેંટ ક્ષેત્ર માટે સારી સંભાવનાઓ વ્યક્ત કરી છે. 

Maruti વૈગનઆરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ, 4.84 લાખ મળશે આ ખૂબીઓ


સરકારની મંશા
સીમેંટ પર જીએસટીમાં ઘટાડાની માંગ લાંબા સમયથી થઇ રહી છે. સરકાર જો સીમેંટ પર જીએસટીના દરને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દે છે તો તેને વાર્ષિક 13,000 કરોડ રૂપિયાનું મહેસૂલનું નુકસાન થશે. ચૂંટણી નજીક આવતાં તેમાં ઘટાડો કરવા માંગે છે, સાથે એ સુનિશ્વિત કરવા માંગે છે કે દરમાં ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચે, તેમને ઓછી કિંમતમાં સીમેંટ મળે અને ઘરોના ભાવ પણ ઓછા થાય.