દેશની આ સરકારી બેંક પર સૌથી મોટું સંક્ટ, ફટાફટ ચેક કરો તમારું કઈ શાખામાં છે ખાતું?
Central Bank Of India: વર્ષ 2017માં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેંકોને આરબીઆઈના પ્રોમ્પટ કરેક્ટિવ એક્શન (PCA) યાદીમાં નાંખવામાં આવ્યા હતા. આ યાદીમાં ખરાબ નાણાકીય હાલતમાંથી પસાર થનાર બેંકોને સમાવવામાં આવે છે.
નવી દિલ્હી: આજકાલ 21મી જમાનામાં લોકો ડિજિટલ તરફ વળ્યા છે. આજકાલ મોટાભાગના લોકો ડિજિટલ બેકિંગ દ્વારા પૈસાની આપ-લે કરતા હોય છે. પરંતુ હાલ અમે તમને એક આંચકારૂપ સમાચાર આપવા જઈ રહ્યા છે. જો તમારું એકાઉન્ટ પ્રાઈવેટ સેક્ટરની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં છે તો ખાસ વાંચજો. પોતાની ફાઈનાશિયલ સ્થિતિને સુધારવા માટે આ બેંક મોટી સંખ્યામાં પોતાની શાખાઓ બંધ કરવાનો પ્લાન બનાવી રહી છે. દેશની મોટી સમાચાર એજન્સી રાયટર્સ અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ બેંકની દેશભરમાં પથરાયેલી 13 ટકા શાખાઓને બંધ કરવાનો પ્લાન બનાવી રહી છે.
2017માં પીસીએ યાદીમાં આ બેંકનું નામ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેંકોને આરબીઆઈના પ્રોમ્પટ કરેક્ટિવ એક્શન (PCA) યાદીમાં નાંખવામાં આવ્યા હતા. આ યાદીમાં ખરાબ નાણાકીય હાલતમાંથી પસાર થનાર બેંકોને સમાવવામાં આવે છે.
ગુજરાતની ટીમે ડાંડિયા- ગરબામાં રમઝટ બોલાવી, રાશિદે ગુજરાતી સોંગ પર ડાન્સ, પણ નહેરાજી આ શું કરી બેઠા?
2018માં પીસીએમાં 12 બેંકોને રાખવામાં આવી
આ યાદીમાં આવનાર બેંકોને ઘણા પ્રતિબંધોની સાથે નાણાકીય સ્થિતિ સુધારવાનો મોકો આપવામાં આવ્યો. 2018માં પણ આરબીઆઈના પીસીએ ફ્રેમવર્કમાં 12 બેંકોને રાખવામાં આવી હતી. તે સમયે તેમાં 11 સરકારી અને એક પ્રાઈવેટ બેંક હતી. જેમણે વધારાની મૂડી પૂરી પાડવામાં આવી હતી.
દેશભરમાં 4594 શાખાઓ
બેંક માર્ચ 2023 સુધી દેશભરમાં પથરાયેલી પોતાની લગભગ 600 શાખાઓને બંધ કરવાની અથવા તો નુકસાનમાં ચાલી રહેલી બ્રાંચના વિલય કરવા માટે વિચાર કરી રહી છે. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની દેશભરમાં 4594 શાખાઓ છે.
શું IPL 2022ના પ્લેઓફમાં પહોંચનાર પહેલી ટીમ બનશે ગુજરાત? જાણો બન્ને ટીમોના મજબૂત અને નબળાં પાસા
બાકી બેંકોની નાણાકીય સ્થિતિ સુધરી!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને છોડીને બીજી તમામ બેંક પીસીએ લિસ્ટમાંથી બહાર આવી ગઈ છે. પરંતુ નાણાકીય સ્થિતિમાં સુધારો નહીં આવવાના કારણે સેન્ટ્રલ બેંક આ લિસ્ટમાં જ છે. એવામાં બેંકની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે 13 ટકા બ્રાંચ બંધ કરવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube