Central Government Employees DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળી પર ખુશીના સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. તેની સત્તાવાર જાહેરાત દિવાળી આસપાસ થઈ શકે છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે આગામી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને અંતિમ રૂપ આપી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (AICPI)ના આધાર પર કરવામાં આવે છે, જે રિટેલ મૂલ્ય મૂવમેન્ટને ટ્રેક કરે છે અને તેને વર્ષમાં બે વખત સંશોધિત કરવામાં આવે છે. ડીએમાં વધારાનો અર્થ છે કે સરકારી કર્મચારીઓના પગારમાં વધારો. મોંઘવારીથી પરેશાન સરકારી કર્મચારીઓ પણ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યાં છે. 


આ પણ વાંચોઃ સોનાના ભાવમાં મંદી, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણો ગોલ્ડ-સિલ્વરનો નવો રેટ


DA ની સાથે એરિયર પણ મળશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓને વર્તમાનમાં 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે સરકાર જો ત્રણ ટકાનો વધારો કરશે તો મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ જશે. સરકાર ભલે અત્યારે જાહેરાત કરે પરંતુ તેને લાગૂ 1 જુલાઈ 2024થી માનવામાં આવશે. એટલે કે કર્મચારીઓને એરિયર્સ પણ ચુકવવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 1 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ/પેન્શનરોને લાભ મળશે. 


હિમાચલ સરકારે વધાર્યું DA
ગયા વર્ષે, સરકારે તહેવારોની સિઝન પહેલા જ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. અગાઉ, દશેરા પહેલા, હિમાચલ પ્રદેશ સરકારે તેના કર્મચારીઓને 4% DA વધારાની ભેટ આપી હતી. આનાથી રાજ્યના 1.80 લાખ કર્મચારીઓ અને 1.70 લાખ પેન્શનરોને ફાયદો થવાની અપેક્ષા છે.