કેન્દ્રીય કર્મચારીઓ માટે Good News, પગારમાં થવાનો છે 49,420 રૂપિયાનો વધારો! 50% મોંઘવારી ભથ્થું અલગથી મળશે
Central government employees news: કેન્દ્રની મોદી સરકાર નવા વર્ષ એટલે કે જાન્યુઆરી 2024 માટે એકવાર ફરી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધી વધારો કરી શકે છે. પરંતુ આ વધારો માર્ચમાં થશે. AICPI નવેમ્બર 2023 સુધીના આંકડા આવી ચુક્યા છે, જે 4 ટકાના વધારા તરફ ઇશારો કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ DA Hike January 2024: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ છે. મોંઘવારી ભથ્થામાં ફરી વધારો થવાનો છે. પરંતુ વધુ એક મામલામાં કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળવા જઈ રહ્યાં છે. પહેલા વાત મોંઘવારી ભથ્થા (Dearness allowance)ની કરીએ છીએ. AICPI ઈન્ડેક્સ 139.1 પર પહોંચી ગયો છે. તેવામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. તેનાથી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. જેનો સીધો ફાયદો 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે.
કેન્દ્રની મોદી સરકાર નવા વર્ષ એટલે કે જાન્યુઆરી 2024 માટે એકવાર ફરી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4 ટકા સુધી વધારી શકે છે. પરંતુ આ વધારો માર્ચમાં થશે. AICPI નવેમ્બર 2023 સુધીના આંકડા આવી ચુક્યા છે, જે ચાર ટકા વધારા તરફ ઇશારો કરી રહ્યાં છે. જો મોંઘવારી ભથ્થું 4 ટકા વધ્યું તો તે 50% (Dearness Allowance)પર પહોંચી જશે.
આ પણ વાંચોઃ 1 રૂપિયાથી 30 રૂપિયાને પાર પહોંચ્યા અનિલ અંબાણીની કંપનીના શેર, 2600% ની તોફાની તેજી
કેન્દ્રીય કર્મચારીઓને મળશે ડબલ ખુશખબરી
હવે વાત બીજી ખુશખબરની. કેન્દ્રીય કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરની પણ ભેટ મળી શકે છે. લાંબા સમયથી તેની માંગ કરવામાં આવી રહી છે. હવે આ વર્ષે તેમાં વધારો થવાની ચર્ચાઓ છે. જો તેમ થયું તો પગારમાં મોટો વધારો જોવા મળશે. 7th Pay Commission હેઠળ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 8860 રૂપિયાનો વધારો થશે. આ વધારો DA Hike બાદ મળી શકે છે. હાલમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણો છે. આવનારા દિવસમાં તે 3.68 ગણો થવાની સંભાવના છે. તેમ થાય છે તો માત્ર લેવલ-3 પર બેસિક સેલેરી 18000 રૂપિયાથી વધી 26000 રૂપિયા થઈ જશે. સીધી રીતે કર્મચારીઓના પગારમાં 8000 નો વધારો થશે. સાથે તેનાથી ડીએની ચુકવણીમાં પણ અસર જોવા મળશે.
X Class & TPTA – બેસિક સેલેરી 18000 રૂપિયા મંથલી પે
મૂળભૂત પગારઃ રૂ. 18,000
મોંઘવારી ભથ્થું (46%): રૂ 8,280
મકાન ભાડું ભથ્થું (27%): રૂ 5,400
પરિવહન ભથ્થું: રૂ. 1,350
ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પર ડીએ: રૂ. 621
કુલ પગારઃ રૂ. 33,651
આ પણ વાંચોઃ ગુજરાતી કંપની લોન્ચ કરશે 2024નો પ્રથમ IPO, ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે શેર
Fitment Factor થી 49,420 રૂપિયા વધશે પગાર
લેવલ-3 પર કેન્દ્રીય કર્મચારીઓને બેસિક સેલેરી 18000 રૂપિયા છે, તો ભથ્થાને છોડી તેની સેલેરી થશે 18,000 X 2.57= 46,260 રૂપિયા. જો ફિટમેન્ટ ફેક્ટરને 3.68 ગણું થઈ જાય તો પગાર 26000X3.68= 95,680 રૂપિયા પહોંચી જશે. કર્મચારીઓને તેમાં બમ્પર ફાયદો મળશે. મતલબ કુલ મળી કર્મચારીઓના વર્તમાન પગારના મુકાબલે 49420 રૂપિયાનો વધારો થશે. આ ગણતરી લઘુત્તમ મૂળભૂત પગાર પર છે. વધુ પગાર હોય તેનો વધુ ફાયદો મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube