નવી દિલ્હી : કેન્દ્રિય કર્મચારીઓએ પગાર વધારાની ડિમાન્ડને ધ્યાનમાં લઈને 19 સપ્ટેમ્બરે 'ઓલ ઇન્ડિયા પ્રોટેસ્ટ ડે'નું આયોજન કર્યું છે. તેઓ સાતમા પગાર પંચ અંતર્ગત ન્યૂનતમ બેસિક પે વધારવાની તેમજ નવી પેન્શન યોજનાને હટાવવાની ડિમાન્ડ કરી રહ્યા છે. જોકે આ આયોજન વિરૂદ્ધ પર્સનલ ડિપાર્ટમેન્ટે કડક આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે જેઓ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે તેમનું ભથ્થું કાપી લેવામાં આવશે અને તેમની વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રિય કર્મચારીઓની ડિમાન્ડ છે કે લઘુત્તમ વેતન 18000થી વધારીને 26000 રૂ. કરી દેવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પર્સનલ ડિપાર્ટમેન્ટે આ આયોજન મામલે કડક નિર્ણય લેતા નિર્દેશ આપ્યો છે કે તેઓ તેમના તાબા હેઠળના અધિકારીઓને કોઈપણ પ્રકારની રજા ન આપે. આ સિવાય જો કોઈ કર્મચારી કોઈ સૂચના આપ્યા વગર ઓફિસથી  ગુમ થઈ જાય તો તેનો પગાર અને ભથ્થું કાપી લેવામાં આવે. ઇન્ડિયા ડોટ કોમના સમાચાર પ્રમાણે પર્સનલ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી છે કે કોઇપણ સંગઠનના અધિકાર વિશેષ ન હોઈ શકે. આ સંજોગોમાં રેલવે કર્મચારીઓએ પણ બુધવારે હડતાલની ધમકી આપી છે. રેલવે કામગાર યુનિયનના દાવા પ્રમાણે રેલવે કર્મચારીઓની કામ કરવાની સ્થિતિ બહુ દયનીય છે. ભારતમાં કામના સ્થળે દરરોજ લગભગ બે કર્મચારીઓના મૃત્યુ થઈ જાય છે. 


7મું પગાર પંચ લાગુ થયા પછી કેન્દ્રિય કર્મચારીઓને પે બેન્ડ અથવા તો પે સ્કેલની જગ્યાએ મેટ્રિક્સના આધારે પગાર મળે છે. પે મેટ્રિક્સમાં લેવલ 1 પર લઘુત્તમ પગાર 18 હજાર રૂ. અને લેવલ 18 પર અઢી લાખ રૂ. છે. આ વ્યવસ્થા 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવામાં આવી છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...