Breaking : કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી, હવે ભાવ વધારા માટે તૈયાર રહેજો
શનિવારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 3 રૂપિયાનો વધારો થઈ ગયો છે. પેટ્રોલ (petrol price) અને ડીઝલની કિંમતો (diseal price) માં એક્સાઈઝ ડ્યુટી, વેટ અને ડીઝલ કમિશન મૂળ હોય છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થશે. IOCની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલના ભાવ 69.87 રૂપિયા પ્રતિ લીટર છે. એક્સાઈઝ ડ્યુટી (excise duty) અને સેસ વધ્યા બાદ પેટ્રોલની કિંમતોમાં 3 રૂપિયા સુધીનો વધારો થઈ જશે. સરકાર તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચું તેલ સસ્તુ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :શનિવારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 3 રૂપિયાનો વધારો થઈ ગયો છે. પેટ્રોલ (petrol price) અને ડીઝલની કિંમતો (diseal price) માં એક્સાઈઝ ડ્યુટી, વેટ અને ડીઝલ કમિશન મૂળ હોય છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થશે. IOCની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલના ભાવ 69.87 રૂપિયા પ્રતિ લીટર છે. એક્સાઈઝ ડ્યુટી (excise duty) અને સેસ વધ્યા બાદ પેટ્રોલની કિંમતોમાં 3 રૂપિયા સુધીનો વધારો થઈ જશે. સરકાર તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચું તેલ સસ્તુ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉનાળામાં રાજકોટવાસીઓની પાણીની સમસ્યા દૂર કરવા રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય
વધી જશે પેટ્રોલ-ડીઝલના ભાવ
ઓફિશિયલ નોટિફિકેશનના અનુસાર, એક્સાઈઝ ડ્યુટી વધ્યા બાદ પેટ્રોલના ભાવમાં 2થી 8 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો થઈ શકે છે. તો ડીઝલ 4 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘુ થશે.
આંતરરાષ્ટ્રીય દબાણ
જોકે, પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં સતત નરમાશ બની રહી છે, જેનાથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવવાની શક્યતા વધારાઈ હતી. આ સંબંધમાં એન્જલેલ બ્રેકિંગના એનર્જિ તેમજ કરન્સી રિસર્ચ મામલાના ડેપ્યુટી વાઈસ પ્રેસિડન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ સપ્તાહ કાચા તેલના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે અને હજી પણ તેજીની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. તેમણે કહ્યું કે, કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં વધી રહ્યો છે અને કાચા તેલ બજારની હિસ્સેદારીને લઈને છંછેડાયેલા યુદ્ધને કારણે તેલના ભાવ પર દબાણ બની રહ્યું છે. જો કાચા તેલના ભાવ આ રીતે જ નીચે આવતા રહ્યા તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.
કોરોનાને અટકાવવા હાઈકોર્ટનો મોટો નિર્ણય, સુઓમોટો દાખલ કરી
આ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવારે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. પેટ્રોલના ભાવ દિલ્હી અને મુંબઈમાં 14 પૈસા, જ્યારે કે કોલકાત્તામાં 13 પૈસા અને ચેન્નઈમાં 15 પૈસા પ્રતિ લીટર ઘટી ગયા હતા. ડીઝલની કિમત દિલ્હી અને કોલકાત્તામાં 15 પૈસા, જ્યારે કે મુંબઈ અને ચેન્નઈમાં 16 પૈસા ઘટી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ શુક્રવારે ઘટીને ક્રમશ 70 રૂપિયા, 72.70 રૂપિયા અને 72.71 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ઘટીને ક્રમશ 62.74 રૂપિયા, 65.07 રૂપિયા, 65.68 રૂપિયા અને 66.16 રૂપિયા પ્રતિ લીટર થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube