કેન્દ્ર સરકાર તરફથી સરકારી અને જાહેર ક્ષેત્રની બેંકો અંગે મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે. આ બધા વચ્ચે સરકારે બેંકના કર્મચારીઓ માટે મોટું અપડેટ બહાર પાડ્યું છે. કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેંકોના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) અને MD માટે મહત્તમ કાર્યકાળ વધારીને 10 વર્ષ કર્યો છે. આ પગલાંતી સરકારને બેંકિંગ ક્ષેત્રની જાહેર પ્રતિભાઓને લાંબા સમય સુધી સાથે રાખવામાં મદદ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા 5 વર્ષ હતો સમયગાળો
સરકારે 17 નવેમ્બર 2022ના રોજ નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે. સરકારે જણાવ્યું કે નિયુક્તિનો સમયગાળો પહેલા પાંચ વર્ષથી વધારીને હવે દસ વર્ષ કરવામાં આવ્યો છે. 


પહેલા શું હતો નિયમ
અત્રે જણાવવાનું કે પહેલા જાહેર ક્ષેત્રની બેંકોના MD કે CEOને વધુમાં વધુ પાંચ વર્ષ કે 60 વર્ષની ઉંમર પૂરી થવા (બેમાંથી જે પહેલા હોય) સુધીનો જ કાર્યકાળ મળતો હતો. જાહેર ક્ષેત્રના સાહસોના પૂર્ણ સમયના ડાઈરેક્ટર્સ માટે પણ આ જ માપદંડ રહેતો હતો. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube