જો તમે નોકરીયાત હોવ તો આ સમાચાર તમારા કામના છે  કારણ કે સરકારી લેવલ પર સોશિયલ સીક્યુરિટી કવરેજ વધારવાની તૈયારી થઈ રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે તેના હેઠળ પ્રોવિડન્ડ ખાતામાં યોગદાન માટે લઘુત્તમ પગાર મર્યાદા એટલે કે બેઝિક સેલરીને 15 હજારથી વધારીને 21 હજાર રૂપિયા કરવામાં આવી શકે છે. જેનો સીધો અર્થ એ થયો કે પીએફ અને પેન્શન ખાતામાં વધારે પગાર જશે. આ અગાઉ કેન્દ્ર તરફથી આ લિમિટને 2014માં વધારવામાં આવી હતી. 2014માં સરકારે પીએફ વેજ લિમિટને 65000 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરી હતી. જો આમ કરવામાં આવશે તો તે યુનિવર્સલ સોશિયલ સિક્યુરિટીની દિશામાં એક મોટું પગલું હશે. તેનો ફાયદો લાખો પગારદારોને થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈપીએફની વેજ લિમિટ વધારવાના પ્રસ્તાવ અંગે છેલ્લા કેટલાક વર્ષથી કોઈ પગલું ભરાયું નથી. પરંતુ હવે આ પ્રસ્તાવ પર વિચાર થઈ રહ્યો છે. ઈકોનોમિક ટ્ઈમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ આ મામલે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે અમે તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને નવી સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે. આમ કરવું એ સાર્વભૌમિક સામાજિક સુરક્ષા પ્રાપ્ત કરવાની દિશામાં એક મજબૂત પગલું હશે. 


કેટલો ફાયદો થશે
જો બેઝિક પગાર 21 હજાર રૂપિયા થઈ જાયતો કર્મચારીનું પીએફમાં યોગદાન 2520 રૂપિયા થઈ જાય. જે હાલ 1800 રૂપિયા છે. જ્યારે એમ્પ્લોયરનું પણ એટલું જ યોગદાન હશે જેમાં 1749 રૂપિયા પેન્શનમાં જશે અને બાકીના 771 રૂપિયા પીએફમાં જમા થશે. 


ઈપીએફ પેન્શનનું કેલ્ક્યુલેશન
વેજ લિમિટને 21000 રૂપિયા કરવાની અસર રિટાયરમેન્ટ બાદ મળનારા પેન્શન ઉપર પણ પડશે. માની લો કે તમારી પેન્શન સર્વિસ 30 વર્ષ છે. માસિક પગારની ગણતરી રિટાયરમેન્ટ પહેલા 60 મહિનાની એવરજ સેલરીથી કરવામાં આવે છે. જો કોઈની 60 મહિના દરમિયન એવરેજ સેલરી 15000 રૂપિયા મહિને હોય તો પેન્શનની ગણતરી પણ આ રાશિ ઉપર થશે. કર્મચારીના 20 વર્ષથી વધુ કામ કરવા પર સર્વિસ લિમિટમાં બે વર્ષ બોનસ તરીકે જોડાઈ જાય છે. એ હિસાબે (32x15,000)/70= 6,857 રૂપિયા થશે. પરંતુ આ જ ગણતરી 21000 રૂપિયાની વેજ લિમિટ પર થાય તો (32x21000)/70= 9600 રૂપિયા થઈ જશે. એ હિસાબે મંથલી પેન્શન પર 2743 રૂપિયાનો ફરક પડશે. તેનાથી વાર્ષિક 32,916 રૂપિયાનો ફાયદો થશે. 


હાલ શું છે નિયમ
હાલના નિયમો મુજબ કર્મચારી અને એમ્પ્લોયર બંને ઈપીએફ ખાતામાં મૂળ વેતન, મોંઘવારી  ભથથું અને પ્રતિધારણ ભથ્થું (જો હોય તો) નું 12-12 ટકાનું સમાન યોગદાન કરે છે. જ્યાં કર્મચારીનું સંપૂર્ણ યોગદાન ભવિષ્યનિધિ ખાતામાં જમા થાય છે. જ્યારે એમ્પ્લોયરના યોગદાનના 8.33 ટકા કર્મચારી પેન્શન યોજનામાં જાય છે અને બાકીના 3.67 ટકા પીએફ ખાતામાં જમા થાય છે. 


ફાયદો કે નુકસાન
વેજ લિમિટ વધવાથી તમને ફાયદો થશે કે નુકસાન એ એક મોટો સવાલ છે. તમને જણાવી દઈએ કે હાલ કર્મચારીઓ તરપથી 15000 રૂપિયા પર 1800 રૂપિયા અંશદાન તરીકે ઈપીએફ એકાઉન્ટમાં જમા થાય છે. પરંતુ લિમિટ વધવાથી 21000 રૂપિયા થશે અને ફાળો પણ વધીને 2520 રૂપિયા થશે. એટલે કે તમારી ઈનહેન્ડ સેલરીમાંથી 720 રૂપિયા ઘટશે પરંતુ તેનો ફાયદો લોંગ ટર્મમાં ઈપીએફ કન્ટ્રીબ્યુશન અને રિટાયરમેન્ટ બાદ મળનારા પેન્શન પર મળશે. 


છેલ્લે ક્યારે થયો હતો ફેરફાર
આ અગાઉ વર્ષ 2014માં ફેરફાર થયો હતો. ત્યારે વેજ લિમિટ 6500 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરાઈ હતી. તેનાથી ઉલટુ કર્મચારી રાજ્ય વીમા નિગમમાં સેલરી લિમિટ વધારે છે. તેમાં વર્ષ 2017થી જ 21000 રૂપિયા પગાર મર્યાદા છે. 


ક્યારે કેટલી રહી વેજ લિમિટ?

1952-1957----300 રૂપિયા
> 1957-1962----500 રૂપિયા
> 1962-1976----1000 રૂપિયા
> 1976-1985----1600 રૂપિયા
> 1985-1990----2500 રૂપિયા
> 1990-1994----3500 રૂપિયા
> 1994-2001----5000 રૂપિયા
> 2001-2014----6500 રૂપિયા
> 2014----15000 રૂપિયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube