8th pay commission ને લઈને આવી ખુશખબર, ક્યારે થશે લાગૂ? પગારમાં થશે મોટો વધારો
8th pay commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ (Central government employees) માટે ખુશીના સમાચાર છે. જો તમે પગારમાં વધારાની રાહ જોઈ રહ્યાં છો તો તમારા પગારમાં જલદી મોટો વધારો થઈ શકે છે. આ સાથે પેન્શનરોને પણ ફાયદો મળવાનો છે.
નવી દિલ્હીઃ 8th pay commission update: કેન્દ્રીય કર્મચારીઓ (Central government employees) માટે મોટા સમાચાર છે. જો તમે પણ પગાર વધારવાની રાહ જોઈ રહ્યાં છો તો જલદી તમારા વેતનમાં વધારો થવાનો છે. આ સાથે પેન્શનર્સને પણ મોટો ફાયદો થવાનો છે. 8માં પગાર પંચને લઈને સરકારે મહત્વની માહિતી આપી છે. જો તમે પણ આઠમાં પગાર પંચને લાગૂ થવાની રાહ જોઈ રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે.
આઠમાં પગાર પંચની થશે રચના
સરકાર જલદી આઠમાં પગાર પંચ (8th Pay Commission)ની રચના કરવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 44 ટકા જેટલો વધારો થઈ શકે છે. આ સાથે ફિટમેન્ટ ફેક્ટર સિવાય કોઈ અન્ય ફોર્મ્યૂલા પર સેલેરીની સમીક્ષા કરવામાં આવે. તો આ પગાર પંચમાં જૂના પંચની તુલનામાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ 9 મેએ ઓપન થશે આ કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 95-100 રૂપિયા, જાણો GMP
પગારમાં બમ્પર વધારો થશે
તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણું હતું, ત્યારબાદ કર્મચારીઓના પગારમાં 14.29 ટકાનો વધારો થયો હતો અને આ વધારાને કારણે કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તે જ સમયે, આઠમા પગાર પંચ હેઠળ, માનવામાં આવે છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણું થઈ શકે છે, ત્યારબાદ કર્મચારીઓના પગારમાં 44.44 ટકાનો વધારો થઈ શકે છે. તે જ સમયે, કર્મચારીઓનો લઘુત્તમ પગાર સીધો 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ શકે છે.
પગારમાં 26,000 રૂપિયાનો વધારો થઈ શકે છે
જો સરકાર જૂના સ્કેલ પર આઠમું પગાર પંચ બનાવે છે, તો તેના આધારે ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવશે. તેના આધારે કર્મચારીઓનું ફીટમેન્ટ 3.68 ગણું થઈ શકે છે. તેના આધારે કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 44.44 ટકાનો વધારો થઈ શકે છે. આ સાથે કર્મચારીઓનો લઘુત્તમ પગાર 26000 રૂપિયા થઈ શકે છે.
આ પણ વાંચોઃ ટ્રેનમાં ખરાબ ભોજન મળે કે સ્ટેશન પર MRPથી વધુ ભાવ લેવામાં આવે તો આ રીતે કરો ફરિયાદ
સરકાર ક્યારે લાગૂ કરી શકે છે આઠમું પગાર પંચ?
કેન્દ્ર સરકાર તરફથી હાલ આઠમાં પગાર પંચને લઈને કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. સૂત્રો પ્રમાણે સરકાર 2024માં આઠમાં પગાર પંચને રજૂ કરી શકે છે અને તેને વર્ષ 2026થી લાગૂ કરવામાં આવી શકે છે. તો નિષ્ણાંતો માની રહ્યાં છે કે દેશમાં લોકસભા ચૂંટણી થવાની છે, તેવામાં સરકાર કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube