8th Pay Commission: દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો આઠમાં પગાર પંચને લઈને કેન્દ્ર સરકારની જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યાં છે. આમ તો કેન્દ્ર સરકારે ઘણીવાર આઠમાં પગાર પંચની રચનાનો લઈને ઈનકાર કર્યો છે પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને હજુ તેની આશા છે. કર્મચારીઓને આશા છે કે કેન્દ્ર સરકાર આગામી કેન્દ્રીય બજેટમાં તેની જાહેરાત કરી શકે છે. નવા પંચની રચના થતાં તે કેન્દ્રને ભલામણો કરશે અને તે સૂચનોના આધાર પર મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફેરફાર લાગૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ડિમાન્ડ
તાજેતરના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકારને નવા પગાર પંચ હેઠળ 2.86 ગણો પગારમાં વધારો કરવાનો આગ્રહ કરવામાં આવશે. આ વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે. ફિટમેન્ટ ફેક્ટર એક ગણતરી છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત્ત લોકોના પેન્શનને સંશોધિત કરવા માટે કરવામાં આવે છે. 


7માં પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર શું હતું?
7માં પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્યો, જેનાથી લઘુત્તમ વેતન 7000 રૂપિયાથી વધારી 18000 રૂપિયા થઈ ગયું હતું. મહત્વનું છે કે દરેક નવું પગાર પંચ લાગૂ થવાની સાથે વેતન અને પેન્શનમાં ફેરફાર કરવામાં આવે છે. વર્તમાન સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને 2.57 ફિટમેન્ટ ફેક્ટરના આધાર પર પગાર આપવામાં આવે છે. તેને વધારી 2.86 કરવામાં આવે તો કર્મચારીઓના બેસિક પગારમાં મોટો વધારો થઈ શકે છે. 


આ પણ વાંચોઃ વધારવામાં આવી ITR ફાઈલ કરવાની તારીખ, આ ટેક્સપેયર્સને આપાયું 15 દિવસનું એક્સટેન્શન


કેટલો થઈ શકે છે વધારો
વર્તમાન સમયમાં મિનિમમ બેસિક સેલેરી 18000 રૂપિયા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 છે તો તે વધી 51400 રૂપિયા થઈ જશે. ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પેન્શનમાં પણ મોટો ફેરફાર આવશે. વર્તમાનમાં મિનિમમ પેન્શન 9000 રૂપિયા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 કરી દેવામાં આવે તો તે વધીને 25740 રૂપિયા થઈ શકે છે. મૂળ વેતનમાં ફેરફારની સાથે સરકાર તરફથી મળતા મોંઘવારી ભથ્થા અને અન્ય ભથ્થામાં પણ વધારો થઈ જશે.