સારા સમાચાર: કેન્દ્ર સરકારે બમણું કર્યું વેરિયેબલ DA, આ કર્મચારીઓને થશે લાભ
શ્રમ અને રોજગાર મંત્રાલયે શુક્રવારે કેન્દ્રીય ક્ષેત્રના 1.5 કરોડથી વધુ કામદારોના વેરિયેબલ મોંઘવારી ભથ્થું (variable dearness allowance) 105 રૂપિયાથી વધારીને 210 રૂપિયા કરવાની જાહેરાત કરી છે
નવી દિલ્હી: શ્રમ અને રોજગાર મંત્રાલયે શુક્રવારે કેન્દ્રીય ક્ષેત્રના 1.5 કરોડથી વધુ કામદારોના વેરિયેબલ મોંઘવારી ભથ્થું (variable dearness allowance) 105 રૂપિયાથી વધારીને 210 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આ વધારો 1 એપ્રિલ, 2021 થી અમલમાં આવશે. આનાથી કેન્દ્રિય ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારો માટે લઘુતમ વેતન દર પણ વધશે.
મોંઘવારી ભથ્થું બમણું
આ કેન્દ્ર સરકારની વિવિધ સુનિશ્ચિત રોજગાર સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે છે. સુનિશ્ચિત રોજગાર માટેના નિયત દરો કેન્દ્ર સરકાર હેઠળના રેલવે વહીવટ, ખાણો, તેલ ક્ષેત્રો, મુખ્ય બંદરો અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ નિગમના અધિકાર હેઠળના મથકો પર લાગુ પડે છે. આ દરો કરાર અને અસ્થાયી કર્મચારીઓ/ કામદારો બંને માટે સમાનરૂપે લાગુ પડે છે. આ સંદર્ભમાં ચીફ લેબર કમિશનર ડી.પી.એસ. નેગીએ જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકારના વિવિધ અનુસૂચિત રોજગાર સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે દર મહિને મોંઘવારી ભથ્થું રૂ. 105 થી વધારીને 210 કરવામાં આવ્યું છે." મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે તેણે 1 એપ્રિલ 2021 થી સુધારેલા વેરિયેબલ ડી.એ.ને સૂચિત કર્યું છે.
આ પણ વાંચો:- Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડેડ કિંમતથી 5,000 રૂપિયા સસ્તુ થયું ગોલ્ડ
સીપીઆઇ-આઇડબ્લ્યુ પર આધારિત સંશોધન
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આનાથી કેન્દ્ર સરકારની વિવિધ સુનિશ્ચિત નોકરી સાથે સંકળાયેલા કામદારોને તે સમયે ફાયદો થશે જ્યારે દેશ કોવિડ-19 મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. ઔદ્યોગિક કામદારો માટે સરેરાશ ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઇ-આઈડબ્લ્યુ) ના આધારે વેરિયેબલ ડી.એ. સુધારેલ છે. તેનું લેબર બ્યુરો દ્વારા સંકલન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:- IIM અમદાવાદમાંથી ડિગ્રી લઈને ડ્રાઈવરનો પુત્ર નાની ઉંમરમાં બન્યો ડેરી કંપનીનો મોટો અધિકારી
દોઢ કરોડ કર્મચારીઓને થશે લાભ
વેરિએબલ ડીએમાં સંશોધન માટે જુલાઈથી ડિસેમ્બર 2020 ની સરેરાશ સીપીઆઈ-આઈડબ્લ્યુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું, 'આ પગલાથી દેશના લગભગ 1.50 કરોડ કર્મચારીઓને લાભ થશે જે કેન્દ્ર સરકારની વિવિધ સુનિશ્ચિત રોજગાર સાથે સંકળાયેલા છે. વેરિએબલ ડી.એ. નો વધારો આ મહામારીના મુશ્કેલ સમયમાં તેમને મદદ કરશે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube