બન્યો નવો પ્લાન અને હવે વેચાશે દેશની સૌથી મોટી એરલાઇન!
એર ઇન્ડિયામાં પોતાનો હિસ્સો વેચવામાં નિષ્ફળ સાબિત થયેલી સરકારે હવે બીજું આયોજન વિચાર્યું છે
નવી દિલ્હી : એર ઇન્ડિ્યામાં પોતાનો હિસ્સો વેચવામાં નિષ્ફળ સાબિત થયેલી સરકાર હવે ફરી સરકારી એરલાઇનને વેચવાનું પ્લાનિંગ કરી રહી છે. આ પહેલાં સરકારે એર ઇ્ન્ડિયાનો 76 ટકા હિસ્સો વેચવાનો પ્રયાસ કર્યો હતો પણ એને સફળતા મળી નહોતી. આર્થિક મુદ્દાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું હતું છે કે, લઘુમતી રાજ્યની ભાગીદારી વાળા ક્લોઝનો સમાવેશ કરતા આના પર ફરીથી પુનઃવિચાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકાર અનેક વિકલ્પોને સાથે રાખીને ચાલી રહી છે. હવે 24 ટકા હિસ્સો પણ પોતાની પાસે રાખવાની ઇચ્છા નથી.
સુભાષ ચંદ્ર ગર્ગે વધુમાં જણાવ્યું હતું કે, જે નીતિને અપનાવીને એર ઇન્ડિયાની ભાગીદારી ખરીદવાની ઓફર આપવામાં આવી હતી, તેને કામ કર્યું નથી. એટલા માટે હવે અલગ રીતે કરવામાં આવશે. 24 ટકા હિસ્સો પોતાની પાસે રાખવાનું સરકારનું લક્ષ્ય નથી. આના પર પણ પુનઃવિચાર કરવામાં આવી શકે છે.
ઉર્જિત પટેલનો ધડાકો - 'આરબીઆઇ પાસે નથી જરૂરી સત્તા'
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાઇ પ્રોફાઇલ પ્રાઇવેટાઇજેશન પ્લાન 31 મે પુરો થયો છે. રૂ.50,000 કરોડથી વધારે દેવામાં ડુબી ગઇ છે. દેવામાં ડુબેલી એર ઇન્ડિયાને ખરીદવા વાળું કોઇ મળતું નથી. એર ઇન્ડિયાને ખરીદવા માટે ઇન્ડિગોએ ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે સરકારે સ્પષ્ટતા કરી હતી કે એ એર ઇન્ડિયા ઇ્ન્ટરનેશનલ ઓપરેશન્સને અલગથી નથી વેચવાની અને આ સ્પષ્ટતા પછી ઇ્ન્ડિગોએ એર ઇન્ડિ્યા ખરીદવાનો વિચાર માંડી વાળ્યો હતો. એર ઇન્ડિયાને 33000 કરોડના દેવા સાથે વેચવાની ઓફર આપવામાં આવી હતી. એરલાઇન્સ અત્યારે સરકાર દ્વારા આપવામાં આવનારી બેલસઆઉટ પેકેજ ઉપર કામ ચલાવી રહી છે.
એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ પર પૂર્વ મંત્રી પી. ચિદંબરમે સવાલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર એર ઇ્ન્ડિયા મામલે સંપૂર્ણ રીતે કન્ફ્યુઝ છે અને ડિસઇન્વેસ્ટમેન્ટ પોલીસીમાં પણ કોઈ સ્પષ્ટતા નથી. સરકારને પોતાને જ ખબર નથી કે એરૃ ઇન્ડિયાનું શું કરવું છે.