Onion Exports: સરકારે ડુંગળીનિ નિકાસ પર મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ માટે પહેલાથી નક્કી મિનિમમ એક્સપોર્ટ પ્રાઇઝ (MEP)હટાવી દીધી છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ડુંગળીની માંગ વચ્ચે ભારતીય ખેડૂતોને સ્થિતિનો ફાયદો ઉઠાવવામાં મદદ મળશે. સરકારે અગાઉ લઘુત્તમ નિકાસ કિંમત તરીકે પ્રતિ ટન $550ની મર્યાદા નક્કી કરી હતી. આનો અર્થ એ થયો કે ખેડૂતો તેમની ઉપજ વિદેશમાં આ દર કરતાં ઓછી કિંમતે વેચી શકતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશન જાહેર કરી કહ્યું કે તત્કાલ પ્રભાવથી ન્યૂનતમ નિકાસ કિંમત હટાવી દીધી છે. આ પગલું મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભરવામાં આવ્યું છે, જે ડુંગળીનું મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. સરકારના આ નિર્યમથી ડુંગળીનિ વિકાસને પ્રોત્સાહન મળવાની સંભાવના છે.



તત્કાલ પ્રભાવથી લાગૂ થયો નિર્ણય
DGFTએ તેના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ડુંગળીની નિકાસ પર લઘુત્તમ નિકાસ કિંમત (MEP)ની શરત તાત્કાલિક અસરથી અને આગામી આદેશો સુધી દૂર કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 31 જુલાઈ 2024 સુધીમાં કુલ 2.60 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતે 17.17 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી.