નવી દિલ્હીઃ જ્યારે પણ કોઈ કંપનીની વાત થાય છે તો તે ચર્ચામાં ઘણા પ્રકારના પદોનો ઉલ્લેખ થાય છે, જેમાં સીઈઓ, સીઓઓ વગેરે પદ સામેલ હોય છે. જો તમે પણ કોઈ કંપનીમાં કામ કરો છો તો તમે જોયુ હશે કે તમારી કંપનીમાં ટોપ લેવલ કર્મચારી હોય છે, જેના પદ સીઈઓ, સીઓઓ, સીએફઓ કે સીઆઈઓ જેવા હોય છે. પરંતુ શું તમે જાણો છો કો આ કર્મચારીઓના જે અલગ-અલગ પદ હોય છે, તેનું શું ફુલ-ફોર્મ હોય છે અને તેનું શું કામ હોય છે. તો આવો જાણો આ સવાલોના જવાબ.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CEO: સીઈઓનું ફુલ ફોર્મ હોય છે ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (Chief Executive Officer).તે કોઈપણ કંપનીનો મહત્વનો વ્યક્તિ હોય છે, જે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેટિવ વિભાગનો ઈન્ચાર્જ હોય છે. તે કંપનીનો ફાઉન્ડર પણ હોઈ શકે છે, અને તે કંપનીના વિઝન, પર્પઝ અને મિશન પર કામ કરે છે. સાથે તે માર્કેટને બિઝનેસ સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે. 


COO: સીઓઓનું ફુલ ફોર્મ ચીફ ઓપરેટિંગ ઓફિસર (Chief Operating Officer)છે. આ સીઈઓના એક્ઝીક્યુટિવ હેન્ડ તરીકે કામ કરે છે અને તે ડે-ટૂ-ડે એડમિનિસ્ટ્રેશન અને બિઝનેસ ઓપરેશનનો હેડ હોય છે. તે મહત્વની રીતે કંપનીના બિઝનેસ પ્લાન પર કામ કરે છે અને તેના પર ફોકસ રાખે છે. આ સાથે સીઓઓ કર્મચારીઓની પોલિસી, કોર ટીમ બિલ્ડિંગ પર કામ કરે છે. 


આ પણ વાંચોઃ નોકરીયાતો માટે આવ્યા મોટા ખુશખબર! EPFO લાગૂ કરશે આ નિયમ


CMO: સીએમઓનું ફુલ ફોર્મ ચીફ માર્કેટિંગ ઓફિસર (Chief Marketing Officer) છે. તે માર્કેટિંગ એક્ટિવિટી પર ધ્યાન રાખે છે, જેમાં સેલ્સ મેનેજમેન્ટ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, એડવરટાઇઝિંગ માર્કેટ રિસર્ચ અને ગ્રાહક સેવા વગેરે સામેલ છે. આ સાથે કંપનીના સીએમઓનું કામ કમ્યુનિકેશન અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટથી બીજા વિભાગો વચ્ચે કમ્યુનિકેશન સ્થાપિત કરવાનું છે. 


CFO: સીએફઓ પદનું પૂરુ નામ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (Chief Financial Officer) છે. તેને કંપનીના ફાઇનાન્શિયલ ડાયરેક્ટર પણ કહી શકાય છે. તે કંપનીના રોકાણ, રિસ્ક, કંપની વેલ્યૂને લઈને નિર્ણય લે છે. સાથે કંપનીમાં ફંડને લઈને મહત્વના નિર્ણયો કરે છે. 


CTO: જો સીટીઓની વાત કરીએ તો તેનું નામ ચીફ ટેક્નોલોજી ઓફિસર (Chief Technology Officer) છે. તે ટેક્નોલોજીને લઈને નિર્ણય કરે છે અને તેની સાથે જોડાયેલી પોલિસી પર નિર્ણય લે છે. તેનાથી કંપનીના ઘણા ગોલ જોડાયેલા હોય છે અને તેને લઈને સીટીઓનો નિર્ણય લે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube