How To Avoid Traffic Challan:  જો તમે ઈચ્છતા હોવ કે બહાર વાહન લઈને જાઓ ત્યારે ટ્રાફિક ચલણ તમારું ન કપાય તો તમારે એ સૌથી પહેલા તો ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. અનેકવાર એવું બને છે કે લોકો પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીની આરસી, પ્રદૂષણ સર્ટિફિકેટ, કે વીમા જેવા જરૂરી દસ્તાવેજો ઘરે ભૂલી જાય છે અને વાહન લઈને નીકળી પડે છે. આવી સ્થિતિમાં જ્યારે ટ્રાફિક પોલીસકર્મી તમને રોકે તો તે તમારું ચલણ કાપી શકે છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી જાણકારીઓ આપીશું જેનાથી તમે આવી સ્થિતિમાં ચલણથી બચી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ પણ પોલીસકર્મી સામાન્ય રીતે વાહન ત્યારે રોકે છે જ્યારે તેને કોઈ વિઝ્યૂઅલ ઓફેન્સ થતું દેખાય છે. દાખલા તરીકે માની લો કે તમે બાઈક ચલાવો છો અને તમે હેલ્મેટ પહેરી નથી કે તમે કારમાં સવાર છો અને તમે સીટ બેલ્ટ પહેર્યો નથી. તો આવી સ્થિતિમાં જ્યારે ટ્રાફિક પોલીસ તમને જોશે તો તે તમને રોકશે અને તમારી પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી, પીયુસી, વીમો વગેરે દસ્તાવેજો માંગશે. પરંતુ જો તમે આવા દસ્તાવેજો ઘરે ભૂલી ગયા તો આવી બન્યું. ચલણ કપાઈ શકે છે. 


આથી ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી, પીયુસી, વીમા જેવા દસ્તાવેજો વગર જો મુસાફરી કરતા હોવ તો બને એટલું ધ્યાન રાખો કે કોઈ પણ વિઝ્યૂઅલ ઓફેન્સ ન થાય. જેથી કરીને કોઈ પોલીસકર્મી તમને રોકે નહીં અને જો રોકશે નહીં તો ડોક્યુમેન્ટ ન હોવા છતાં ચલણ કપાશે નહીં. આ સિવાય તમે તમારા તમામ દસ્તાવેજો પહેલેથી જ ડિજિલોકર એપમાં સોફ્ટ કોપી તરીકે રાખી શકો છો. જેનો ફાયદો એ છે કે તમારે ડોક્યુમેન્ટની હાર્ડ કોપી સાથે લઈને ફરવાની જરૂર નથી. જો તે ન હોય તો પણ પોલીસ રોકે તો તેમને તમે બિન્દાસ થઈ ડિજિલોકરમાં રાખેલી સોફ્ટ કોપી દેખાડી દો. 


પોલીસકર્મી જો ડિજિલોકરમાં સેવ કરેલા ડોક્યુમેન્ટ જોવા છતાં તેને માનવાનો ઈન્કાર કરી દે અને ચલણ કાપવાનું કહે તો તમે તેમને કહી દો કે "17 ડિસેમ્બર 2018માં સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે જો કોઈ પણ ડોક્યુમેન્ટ ડિજિલોકરમાં દેખાડવામાં આવશે તો તે વેલિડ હશે." જેવા તમે આ શબ્દો ઉચ્ચારશો કે પોલીસકર્મી પણ સમજી જશે કે તમે જાણકાર વ્યક્તિ છો અને તે તમારું ચલણ કાપશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube