નવી દિલ્હી : ICICI બેન્કની સીઇઓ ચ્ંદા કોચર હાલમાં ભારે ચર્ચામાં છે. હકીકતમાં તેમના પર વીડિયોકોનને 3250 કરોડ રૂ.ની લોન દેવાના મામલામાં ગરબડ કરવાનો આરોપ છે. આ મામલામાં ચંદા કોચરના પતિ વિરૂદ્ધ પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સીબીઆઇ પછી હવે ઇન્કમટેક્સ વિભાગે પણ દીપક કોચર વિરૂદ્ધ નોટીસ જાહેર કરી છે. સીબીઆઇ બહુ જલ્દી ચંદા કોચરની પુછપરછ કરી શકે છે. ચંદા કોચર અને તેના પતિ પર અંગત ફાયદા માટે લોન આપવાનો આરોપ છે. જોકે ચંદા કોચરની એક દિવસની કમાણીના આંકડો સામાન્ય વ્યક્તિ માટે તો સપના સમાન જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદા કોચરના પતિ મુશ્કેલીમાં મુકાયા, ઇન્કમટેક્સ વિભાગે આપી નોટિસ


મેનેજમેન્ટ ટ્રેઇનીથી પોતાની કરિયરની શરૂઆત કરનારી ICICI બેન્કની સીઇઓ ચંદા કોચરનો સમાવેશ ફોર્બ્સ મેગેઝિને દુનિયાની 100 તાકાતવર મહિલાઓની યાદીમાં કર્યો છે. આ યાદીમાં ચંદા કોચરનો સમાવેશ 32મા ક્રમે થયો છે. ચંદા કોચર કમાણીના મામલે પણ અવ્વલ છે. તેની એક દિવસની કમાણી લગભગ 2.18 લાખ રૂ. છે. ચંદા કોચરની બેઝિક સેલરીમાં ગયા નાણાંકીય વર્ષમાં 15%નો વધારો કરવામાં આ્વ્યો હતો. બેન્કના વાર્ષિક રિપોર્ટમાં ચંદાની બેઝિક સેલરી વધારીને 2.67 કરોડ રૂ. કરી દર્શાવવામાં આવી છે જે ગયા વર્ષે 2.31 કરોડ રૂ. હતી. ગયા નાણાંકીય વર્ષમાં કોન્ટેક્ટ બોનસ, ભથ્થાં અને નફો, પ્રોવિડન્ટ ફંટ, રિટાયરમેન્ટ ફંડ અને ગેચ્યુટી ફંડ મળીને ચંદા કોચરનો કુલ પગાર 4.76 કરોડ રૂ.થી વધારીને 6.09 કરોડ રૂ. કરવામાં આ્વ્યો. આ સિવાય તેને 2.20 કરોડ રૂ.નું બોનસ પણ આપવામાં આવ્યું. ગયા નાણાંકીય વર્ષની સરખામણીમાં ભથ્થાં અને લાભમાં પણ 47% નો વધારો કરાયો. આ હિસાબથી ચંદા કોચરની એક દિવસની કમાણી લગભગ 2.18 લાખ રૂ. થાય છે. 


ચંદા કોચરને મળવાનું હતુ રાષ્ટ્રિય સન્માન, પરંતુ નામ કપાયું...


ચંદા કોચરનો જન્મ 17 નવેમ્બર, 1961ના દિવસે રાજસ્થાનના જોધપુર ખાતે થયો હતો. તે જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. ચંદાનો સ્કૂલનો અભ્યાસ જયપુરમાં થયો હતો અને પછી તેણે મુંબઈની જય હિંદ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ચંદા નાનપણમાં સિવિલ સર્વિસમાં જવા માગતી હતી પણ તે જ્યારે મોટી થઈ ત્યારે તેણે ફાઇનાન્સના ફિલ્ડની પસંદગી કરી. ચંદાએ મુંબઈના જમનાલાલ બજાજ ઇ્ન્સ્ટિટ્યૂટમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને 1984માં ICICI બેન્કની મેનેજમેન્ટ ટ્રેઇની બની હતી. ચંદા કોચર 25 વર્ષ પછી 2009માં આ જ બેન્કમાં CEO બની હતી.