રજાઓમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા કામના માટે છે આ ન્યૂઝ
જો તમે આ ઉનાળાની રજાઓમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે આ સમાચાર કામના છે. ચંદીગઢ એરપોર્ટને સમારકામ માટે 31 મે (શનિવાર) સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.
ચંદીગઢ: જો તમે આ ઉનાળાની રજાઓમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે આ સમાચાર કામના છે. ચંદીગઢ એરપોર્ટને સમારકામ માટે 31 મે (શનિવાર) સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટનું કહેવું છે કે આ દરમિયાન આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના રનવેના વિસ્તાર અને સમારકામ ચાલશે. એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે 12થી 31 મે સુધી ચંદીગઢથી કોઇપણ નાગરિક અને સૈન્ય ઉડાણનું પરિચાલન નહી કરવામાં આવે. 20 દિવસ સુધી આ એરપોર્ટ બંધ રહેશે લગભગ એક લાખ મુસાફરો પ્રભાવિત થશે. કારણ કે આ દરમિયાન ઉનાળાની રજાઓ છે.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ 2015માં ચંદીગઢ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનાથી એરપોર્ટ પર ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની ઉડાનોની અવરજવર શરૂ થઇ ગઇ હતી. પીએમ મોદીએ આ ટર્નિનલને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેનાથી પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળ્યું છે.
મધર્સ ડે સ્પેશિયલ: ઘરડાં મા-બાપને તરછોડનાર સંતાનોને 6 મહિના જેલ મોકલશે મોદી સરકાર
10400 ફૂટ લાંબો હશે રનવે
એરપોર્ટ ઓથોરિટીના અનુસાર રનવેના સમારકામનો બીજો તબક્કો છે. તેમા6 રનવેની લંબાઇને 9000 ફૂટથી વધારીને 10,400 ફૂટ કરવામાં આવે. પહેલાં તબક્કાનું કામ 12 થી 26 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. રનવે લાંબો હોવાના કારણે વિમાનોનું એરપોર્ટ પર ઉતરવું અને ટેકઓફ કરવું સરળ થઇ જશે. તેનાથી ચંદીગઢથી યૂરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માટે સીધી ઉડાન સેવા શરૂ થઇ શકશે. આ હવાઇમથક ઇન્ડીયન એરફોર્સ (આઇએએફ) માટે સીમાંત અડ્ડો છે. હવાઇમથક બંધ હોવાથી વાયુસેનાએ પોતાના બધા વિમાનોને ઉત્તર ભારતના બીજા અડ્ડાઓ પર મોકલી દીધા છે.
એક જુલાઇથી રવિવારે પણ વિમાનોની અવરજવર થશે
પ્રવક્તાએ જણાવ્યું કે ગત છ મહિનાથી એરપોર્ટ પર દરેક રવિઆરે વિમાનું પરિચાલન નિલંબિત ચાલી રહ્યું છે. પરંતુ એક જુલાઇથી આ બદલાઇ જશે. તેમણે જણાવ્યું કે એક જુલાઇથી દર રવિવારે બપોરે એક વાગ્યાથી સાંજે સાડા છ વાગ્યા દરમિયાન વિમાનોનું પરિચાલન થશે. રનવેના સમારકામના લીધે વિમાની અવરજવર માટે આ પરિવર્તન કરવામાં આવ્યું હતું.