SBI Stock: જો અચાનક 30 વર્ષ જૂનું કોઈ એવું ડોક્યુમેન્ટ મળી જાય જે લાખો રૂપિયાનું હોય તો તમારી પ્રતિક્રિયા શું હશે? તમારા માટે આ સરપ્રાઇઝ હશે. આવી એક સરપ્રાઇઝ ચંદીગઢના બાળ રોગ નિષ્ણાંત ડો. તન્મય મોતીવાલાને મળી છે. તેમણે પોતાની આ સરપ્રાઇઝ વિશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ (X) પર જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સરપ્રાઇઝ?
ડો. તન્મય મોતીવાલા પ્રમાણે તે પોતાના પરિવારના ફાઈનાન્સના ડોક્યુમેન્ટને વ્યવસ્થિત કરી રહ્યાં હતા, ત્યારે તેમને ભારતીય સ્ટેટ બેન્કનું એક શેર સર્ટિફિકેટ મળ્યું. આ સર્ટિફિકેટ જોયા બાદ તન્મયને ખબર પડી કે તેમના દાદાએ 1994માં 500 રૂપિયાના એસબીઆઈના શેર ખરીદ્યા હતા. દાદાએ આ શેર ક્યારેય વેચ્યા નહીં અને તેના વિશે જણાવવાનું ભૂલી ગયા. આ 30 વર્ષના સમયમાં એસબીઆઈના સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન આપ્યું અને તન્મય મોતીવાલાની પાસે પડેલા શેરની વેલ્યૂ 3.75 લાખ રૂપિયા છે. ડો. મોતીવાલાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું- રોકાણની મોટી રકમ નહોતી છતાં 30 વર્ષમાં 750 ગણું રિટર્ન આપી ચૂકી છે. ખરેખર આ મોટી રકમ છે. 


આ પણ વાંચોઃ 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ


ડીમેટ ફોર્મેટમાં બદલ્યા શેર
આ સાથે. ડો મોતીવાલાએ પોતાના પરિવારના સ્ટોક સર્ટિફિકેટને ડીમેટ ફોર્મેટમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા વિશે જાણકારી આપી છે. તેમણે તેમાં થનારી સમસ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મુશ્કેલ પ્રક્રિયામાંથી નિકળવા તેમણે એક એડવાઇઝરની મદદ લેવાની જરૂર પડી. પરંતુ લાંબી પ્રક્રિયા બાદ આ શેર હવે ડીમેટ ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગયા છે. ડો. મોતીવાલાએ પોતાના દાદાના આ શેરને હોલ્ડ બનાવી રાખવાના ઈરાદા વિશે પણ જણાવ્યું છે.


શેરની કિંમત
નોંધનીય છે કે SBI નો શેર 767.35 રૂપિયા પર છે. પાછલા કારોબારી દિવસના મુકાબલે શેરની કિંમતમાં 1.21 ટકાની તેજી આવી છે. સાત માર્ચે આ શેર 793.50 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. આ શેરનો 52 સપ્તાહનો હાઈ છે. એપ્રિલ 2023માં શેરની કિંમત 519 રૂપિયા સુધી નીચે પહોંચી ગઈ હતી. આ શેરનો 52 સપ્તાહનો લો છે.