ચંદીગઢ: કંઝ્યૂમર ફોરમે (Consumer forum) બિગ બજાર (Big Bazaar) પર ગ્રાહક પાસેથી કેરી બેગ માટે અલગથી પૈસા વસૂલવા પર દંડ ફટકાર્યો છે. ફોરમ વિભાગે બિગ બજાર (Big Bazaar) ને દસ હજાર રૂપિયા કંઝ્યૂમર લીગલ એડ એકાઉન્ટમાં જમા કરાવવાની સાથે ફરિયાદકર્તાને 500 રૂપિયાનો કેસ ખર્ચ આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ફરિયાદકર્તાને થયેલી માનસિક પરેશાની માટે એક હજાર રૂપિયા અને કેરી બેગ માટે વસૂલવામાં આવેલા 18 રૂપિયા પણ પરત આપવા માટે કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચકુલા નિવાસી બલદેવે ફોરમને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે 20 માર્ચ 2019ના રોજ બિગ બજારમાં શોપિંગ કરવા માટે ગયા હતા. બિલિંગ એકાઉન્ટ કર્મચારીએ તેની પાસે કેરી બેગ માટે 18 રૂપિયા અલગથી વસૂલ્યા હતા. તેના માટે બલદેવે ના પાડી અને કહ્યું કે આ ગેરકાયદેસર છે પરંતુ કર્મચારી માન્યો નહી. 


Consumer forum)નો દરવાજો ખખડાવ્યો. તો બીજી તરફ બિગ બજારે (Big Bazaar) પોતાના પક્ષમાં દલીલ રાખતાં કહ્યું કે કેરી બેગના ચાર્જિંસ વિશે તેમણે સ્ટોર પર ડિસ્પ્લે કર્યું છે અને તેના વિશે ગ્રાહકને પણ જણાવવામાં આવ્યું હતું. બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ કંઝ્યૂમર ફોરમે પોતાનો ફેંસલો સંભળાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube