નવી દિલ્હીઃ સામાન્ય રીતે દર મહિનાની શરૂઆત પગારની સાથે ખુશીઓ લાવે છે. પરંતુ માત્ર ખુશીઓ આવે છે તે જરૂરી નથી. હંમેશા મહિનાની શરૂઆતમાં કેટલીક વસ્તુના ભાવ વધે છે. તેવામાં એક દિવસ બાદ એપ્રિલ મહિનો પૂરો થવાનો છે અને મેની શરૂઆત થવાની છે. આ મહિનાની શરૂઆતમાં કેટલાક મોટા ફેરફાર થવાના છે. તેવામાં આવો જાણીએ આ મહિનો તમારા માટે કેવી શરૂઆત લઈને આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે વધારો
આ મહિનાની શરૂઆતમાં પણ ગેસ સિલિન્ડર કંપનીઓ ભાવને લઈને નિર્ણય લઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ઘરેલૂ ગેસના ભાવમાં સારો વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. 


આ પણ વાંચોઃ NPSને પોસ્ટ વિભાગે કરી સરળ, હવે ઘરે બેઠાં મળશે પેન્શન સ્કીમની આ સુવિધા


સતત ચાર દિવસ બેન્ક રહેશે બંધ
જો તમારે બેન્કમાં જરૂરી કામ હોય તો મે મહિનાની શરૂઆત તમારા માટે થોડી ખરાબ રહી શકે છે. મહત્વનું છે કે 1 મેથી 4 મે સુધી સતત ચાર દિવસ બેન્ક બંધ રહેશે. પરંતુ આ રજાઓ રાજ્યો પ્રમાણે અલગ-અલગ હશે. મેની શરૂઆતમાં દેશમાં ઈદ ઉજવાશે. આ સિવાય શનિવાર અને રવિવારને ભેગા કરી કુલ 11 દિવસ બેન્ક બંધ રહેશે. 


IPO માં UPI પેમેન્ટની લિમિટમાં થશે વધારો
1 મેથી થનારા અન્ય મોટા ફેરફારોમાંથી એક તે પણ છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે યુપીઆઈ પેમેન્ટની લિમિટ વધારવામાં આવશે. સેબીના નવા નિયમ પ્રમાણે 1 મે બાદ કોઈ કંપનીના આઈપીઓમાં રોકાણ કરવા માટે યુપીઆઈથી પેમેન્ટ કરવા સમયે તમે 5 લાખ રૂપિયા સુધીની બિડ સબ્મિટ કરી શકો છો. વર્તમાનમાં આ મર્યાદા બે લાખની છે. નવી લિમિટ 1 મે બાદ આવનારા બધા આઈપીઓ માટે માન્ય થશે. તમને જણાવી દઈએ કે સેબીએ આઈપીઓમાં રોકાણ કરવા માટે યુપીઆઈથી પેમેન્ટ કરવાની મંજૂરી નવેમ્બર 2018માં આવી હતી, જે 1 જુલાઈ 2019થી લાગૂ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube